LG ની પ્રિમિયમ લીગ-3 ઓફરમાં બે ગ્રાહક 2 લાખ રૂપિયાના LG OLED TV જીત્યા
(અમદાવાદ), એલજી ઇલેક્ટ્રોનિક્સ, ભારતની અગ્રગણ્ય કન્ઝયુમર ડયુરેબલ કંપની, દ્વારા રાષ્ટ્રવ્યાપી ગ્રાહક અભિયાન “એલપીએલ 3 (એલજી પ્રીમિયમ લીગ)” ચલાવવામાં આવી રહી છે.
આ અભિયાન 11 સપ્ટેમ્બર 2021 થી 15 ઓક્ટોબર 2021 દરમ્યાન ચાલશે. આમાં ગ્રાહકોને LG ના 139cm (55-ઇંચ) અને તેનાથી વધુના UHD, તમામ NANO CELL, OLED ટીવીની ખરીદી પર ગ્રાહકોને 8 કરોડ રૂપિયા સુધીના ઉપહારો આપવામાં આવશે.
એલપીએલ -3 વિશ્વની સૌથી મોટી ટી 20 કાર્નિવલ સાથે આયોજીત અને અત્યંત સફળ રહેલી સીઝન પછીની આ ત્રીજી સીઝન છે. LPL-3માં , ગ્રાહકને દરરોજ OLED ટીવી, એલજી પ્રોડક્ટ્સ અને ઇન્સ્ટન્ટ કેશબેક જીતવાની તક મળે છે.
આ ઓફર અંતર્ગત શ્યામલ ચાર રસ્તા સ્થિત આરડેન્ટ બ્રાન્ડ શોપમાંથી ટીવી ની ખરીદી કરીને લકી ડ્રોમાં ગ્રાહક રવિકુમાર રવિપલ્લી અને ગ્રાહક વિમલ એન પટેલે રૂ.2,09,990 નું OLED ટીવી જીત્યું. ગ્રાહક રવિકુમાર રવિપલ્લી આ સમાચારથી ખુશ થયા અને કહ્યું, “મેં ક્યારેય આ પ્રકારના લકી ડ્રોને ગંભીરતાથી લીધો નથી, પરંતુ આનાથી મારી માન્યતા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. LG એ સાબિત કરી દીધું છે કે શા માટે તે સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે.
આ પ્રસ્તુતિ બાબતે બ્રાન્ચ હેડ અમિત યાદવે જણાવ્યું કે ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ દ્વારા એલજીને, વર્ષ 2021 માટે ટીવી કેટેગરીમાં સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય (મોસ્ટ ટ્રસ્ટેડ અને ડિઝાયર્ડ ) બ્રાન્ડ જાહેર કરવામાં આવી હતી. અને આ વિશ્વાસ અમને અમારા તમામ વ્યવહારમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શી હોવાને કારણે મળેલ છે..
એલજી પ્રીમિયમ લીગ આવી જ એક ઇવેન્ટ છે અને મને એ જણાવતા ખરેખર આનંદ થાય છે કે ડેઇલી બમ્પર ડ્રોના અત્યાર સુધીના 4 વિજેતાઓ અમદાવાદ શહેરના છે, હું લકી ડ્રો માં રૂ. 2,09,990 રૂપિયાના OLED ટીવી જીતવા માટે લકી ડ્રોના વિજેતાઓને અભિનંદન આપું છું. અને હું અન્ય ગ્રાહકોને પણ એલજી ટીવી ખરીદવા, આ કાર્યક્રમમાં ભાગ લેવા અને જીતવા આમંત્રિત કરું છું . ”
આ પ્રસંગે, LG દ્વારા OLED ટીવી શ્રેણીની નવીનતમ શ્રેણી OLED EVO, પણ લોન્ચ કરવામાં આવી.. આ બાબતમાં માહિતી આપતા એલજી ગુજરાતના રિજનલ હેડ નિખિલ સુતરિયા એ જણાવ્યું કે એલજી દ્વારા ટીવીની 2021 શ્રેણી શક્તિશાળી નવી સુવિધાઓથી સજ્જ છે,
જે તમારા માટે ગેમ્સ જોવા, વીડિયો ગેમ્સ રમવા અને મનપસંદ શો અથવા મૂવી જોવા માટે એક યોગ્ય વિકલ્પ બનાવે છે.આ વર્ષે એલજી એ માત્ર ટેલિવિઝનના બાહ્ય દેખાવમાં જ નહિ પરંતુ નવા વેબઓએસ 6.0 ના રૂપમાં અમારા યુઝર ઇન્ટરફેસ ટૂલ્સની ડિઝાઇનમાં પણ અનેક ઘણા નોંધપાત્ર ઇનોવેશન્સ કર્યા છે .
આ વર્ષના લાઇનઅપમાં OLED EVO છે , જેને અમે ગર્વ સાથે એલજીમાં “અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ OLED કહીએ છીએ. નવીનતમ લાઇનઅપ ગ્રાહકો માટે ઉપલબ્ધ તમામ કિંમતો પર ઉપલબ્ધ સ્માર્ટ ટીવીની વિશાળ શ્રેણી પહેલા કરતા વધુ વિસ્તૃત કરી છે .
“અમે અમારા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરતી વખતે અમારા ઉત્પાદનોમાં સુધારા અને ડિઝાઇન કરેલ છે. અમારી તાજેતરની NANO CELL/ UHD શ્રેણીમાં સ્થાનિક ડિમિંગ, અલ્ટ્રા બ્રાઇટ પેનલ્સ, એઆઇ પિક્ચર/સાઉન્ડ અને ગેમિંગ સપોર્ટ સાથે નવી ડિમિંગ અને વધુ આકર્ષક ડિઝાઇન છે, જે અમારા ભારતીય ગ્રાહકોની માંગને પહોંચી વળવા ઉમેરવામાં આવ્યા છે. અમને વિશ્વાસ છે કે આ નવી લાઇનઅપ અમારા ગ્રાહકોને પસંદ આવશે. ”
આ વર્ષે એલજી ટીવીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે જેમાં ગ્રાહકો તેમની પસંદગી અને જરૂરિયાત મુજબ OLED, QNED, Nano Cell અને UHD ટીવીમાંથી પસંદગી કરી શકશે. LG OLEDs ની નવીનતમ લાઇન, OLED EVO, પિક્સલ દીઠ વધુ પ્રકાશ ઉત્પન્ન કરે છે અને ઉચ્ચ ભિન્નતા અને સ્પષ્ટતા સાથે OLED પેનલની લાક્ષણિકતાઓ જાળવી રાખે છે, જે દર્શકોને સિનેમેટિક અનુભવ માટે બ્રાઇટ અને સ્પષ્ટ ઇમેજ માણવાનો આનંદ આપે છે.
OLED EVO ગેલેરી ડિઝાઇનમાં આવે છે અને ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ છે, 139 cm (55), 164 cm (65) અને 194 cm (77). OLED EVO LG નું 2021 મહત્વનું આગવું ટીવી છે જેમાં બેઝલ-લેસ સ્ક્રીન ડિસ્પ્લે છે. જે આબેહૂબ દીવાલ પરના પેઇન્ટિંગ જેવું પ્રતિત થાય છે..
આ એલજીની OLED શ્રેણીનું મુખ્ય આકર્ષણ છે અને તેની અકલ્પનિય પાતળી સ્ક્રીન અત્યંત વિશિષ્ટ છે જે તેને દીવાલ પર સજાવવા માટેની કલાકૃતિની જેમ લગાવવા પ્રોત્સાહિત કરે છે. LG ની ફ્લેગશિપ OLED ટેકનોલોજી 8K રિઝોલ્યુશન સાથે શ્રેષ્ઠ ટીવી જોવાનો અનુભવ આપે છે. LG નું વિશાળ OLED88Z1 (222 cm) પણ હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
એલજી શ્યામલ બેસ્ટ શોપ આર્ડેન્ટ કોર્પોરેશનના સ્થાપક,શ્રી ધવલભાઈ ચોક્સીએ મીડિયાને જણાવ્યું કે એલજીની 2021 OLED ટીવી શ્રેણી વિસ્તૃત અને નવીન સુવિધાઓ દ્વારા પરિવારના મનોરંજન અનુભવને વધારે છે. ડોલ્બી વિઝન આઈક્યુ, ડોલ્બી એટમોસ અને ઓટો વોલ્યુમ લેવલીંગ સાથે, આ વર્ષના ટીવીએ ઘરની મનોરંજન શ્રેણીમાં સાઉન્ડ અને પિક્ચર ગુણવત્તામાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
ડોલ્બી વિઝન IQ કન્ટેન્ટ અને જેનર નું વિશ્લેષણ કરે છે અને વાસ્તવિક સમયમાં ચિત્ર સેટિંગ્સ સ્થાપિત કરે છે. જ્યારે ડોલ્બી એટમોસ તેના મલ્ટિફંક્શનલ સરાઉન્ડ સાઉન્ડ સાથે અનોખી દુનિયાને તમારી સમક્ષ પ્રસ્તુત કરે છે..ઓટો વોલ્યુમ, વિવિધ એપ્સ અને ચેનલો જોતી વખતે પણ વોલ્યુમ પ્રમાણ સતત જાળવી રાખે છે.
આ મીટીંગમાં અગ્રણી હોમ એપ્લાયન્સ બ્રાન્ડ એલજી ઇલેક્ટ્રોનિક્સે તેના નવા એલજી STYLER નું પણ અનાવરણ કર્યું, જેની સાથે એલજી રિટેલ ક્ષેત્રમાં તેઓની આરોગ્ય અને સ્વચ્છતાની શ્રેણીને વિસ્તૃત કરી રહી છે, એલજી STYLER સ્ટીમ કપડાંની સારસંભાળમાં પોર્ટફોલિયોમાં એક નવતર ઉત્પાદન છે..
STYLER રેન્જ અગાઉ માત્ર ભારતમાં B2B સેગમેન્ટમાં જ ઉપલબ્ધ હતી અને હવે સ્વાસ્થ્ય સુરક્ષા જાળવતા ઉપકરણોની માંગને ધ્યાનમાં રાખીને, એલજી રિટેલ ગ્રાહકો માટે નવી જીવનશૈલીને અનુરૂપ તેની ઉપલબ્ધતાનું પણ વિસ્તરણ કરી રહ્યા છે.. એલજી ઇલેક્ટ્રોનિક્સ, વિશ્વભરમાં કપડાંની સંભાળ માટે STYLER રજૂ કરનાર પ્રથમ બ્રાન્ડ છે.
“એલજી STYLER ” કપડાંની સંભાળ માટે નવો અભિગમ અપનાવે છે. STYLERમાં એલજીની પેટન્ટવાળી ટ્રુ-સ્ટીમ ™ ટેક્નોલોજી સહિત અનેક વિશેષતાઓ છે જે 99.9 ટકાથી વધુ વાયરસ, બેક્ટેરિયા અને એલર્જન સામે રક્ષણ આપે છે. અત્યારના સમયમાં જ્યારે વિશ્વભરના લોકો માટે સ્વચ્છતા એ પ્રાથમિક ચિંતા છે ત્યારે એલજી STYLER કપડાંની સારસંભાળ માટે સંપૂર્ણ યોગ્ય છે. એલજી STYLER ફ્રન્ટ ગ્લાસ ફિનિશ અને 100% ટચ કંટ્રોલ પેનલ સાથે અનન્ય અને પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે જે તમારા બિથાક રૂમ , કબાટ અથવા તો ઓફિસની સુંદરતામાં વધારો કરે છે.
એલજીના શ્યામલ ચાર રસ્તા ખાતે તાજેતરમાં લોન્ચ કરાયેલ આર્ડેન્ટ કોર્પોરેશન એ એલજીની ફ્લેગશિપ શ્રેષ્ઠ શોપ છે જ્યાં નવીનતમ ઉત્પાદનોની વિશાળ શ્રેણી અને વિશિષ્ટ ઓફરો ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.. આર્ડેન્ટ કોર્પોરેશનના સ્થાપક ધવલભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ શોરૂમ દ્વારા, અમે હંમેશા અમારા ગ્રાહકોને માત્ર શ્રેષ્ઠ પ્રોડક્ટ જ નહીં પરંતુ શ્રેષ્ઠ ગ્રાહક સેવા આપવાનું પણ ધ્યેય રાખીએ છીએ.