Western Times News

Gujarati News

અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ઓછો થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શેરી ગરબા કરવા માટે મંજૂરી આપી છે.જાે કે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ એક્શન પ્લાન ધડી દીધો છે.એટ્‌લે નવરાત્રીમાં રોમિયોગિરી કરનારાની ખેર નથી.રોમિયો પકડવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે.

શેરી ગરબામાં ૪૦૦ લોકો હાજર રહી શકશે તેવી મજૂરી આપી છે. જ્યારે નવરાત્રી ના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે.. ઉપરાંત નવરાત્રી માં મહિલા ઓની સુરક્ષા ને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટિમ તૈનાત રહેશે..જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે..

મહિલા પોલીસ દ્વારા શહેર માં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે..અને આ તમામ જગ્યા એ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે..જાે કે જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ માં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયો ને પાઠ ભણાવશે.

તો બીજી તરફ પોલીસની પણ યુવતીઓને અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરીવાર ના સભ્યો ને આપવીપજાે કે જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈક તકલીફ પડે તરત જ ૧૦૦ નબર પોલીસ કન્ટ્રોલ જાણ કરવી..નવરાત્રી તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.