બિગ બોસમાં તેજસ્વી પ્રકાશે બિગ બોસ સાથે ફ્લર્ટિંગ કર્યું

મુંબઈ, ડ્રામાની વચ્ચે બિગ બોસ ૧૫ના ઘરમાં, કેટલીક ફની ક્ષણો જાેવા મળવાની છે, અને આ બધુ તેજસ્વી પ્રકાશને આભારી છે, જે આ વખતને કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી રહી છે. શોના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં તેજસ્વી પોતાનો સામાન પાછો મેળવવા માટે બિગ બોસ સાથે ફ્લર્ટિંગ કરતી જાેવા મળી રહી છે.
તે બિગ બોસને ‘બેબી’ કહીને બોલાવે છે અને સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા ઉદાસ પણ થઈ જાય છે. પ્રોમોમાં, તેજસ્વી કહે છે ‘બિગ બોસ મારો બેબી છે’. કેમેરાની સામે જાેઈને તે બિગ બોસને તેનો પ્રેમ વ્યક્ત કરવા માટેનું કહે છે અને તેના કપડા પરત કરી દેવાની આજીજી પણ કરે છે.
સામેથી કોઈ ઉત્તર ન મળતા તે ‘બેબી બેબી’નૂ બૂમ પાડે છે. જય ભાનુશાળીએ મજાક કરતા કહે છે ‘બેબી કંટ્રોલમાં નથી’, તો વિધિ પંડ્યા બિગ બોસને ‘સખ્ત છોકરો’ કહે છે. અંતમાં તેજસ્વી બિગ બોસને કહે છે ‘ખુશ તો કરો’ અને બાદમાં ફરી ઉદાસ થઈ જાય છે અને કહે છે ‘બેબી કંઈ કરતો જ નથી’ તો અન્ય કન્ટેસ્ટન્ટ્સ કહે છે ‘ઈનસે ના કુછ હોતા હી નહી હૈ’.
તેજસ્વી સારી રીતે ગેમ રમી રહી છે અને કરણ કુંદ્રા સાથેની મિત્રતાની નોંધ લેવાઈ રહી છે તેમજ દર્શકોને તે ગમી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઘણો ઝઘડો થયો છે. પ્રતીક સહજપાલે ન માત્ર અકાસા સિંહ સાથે પરંતુ જય ભાનુશાળી સાથે પણ ઝઘડો કર્યો હતો.
જય ભાનુશાળી સાથેના ઝઘડા દરમિયાન પ્રતીકે ઘરની પ્રોપર્ટી તોડી નાખી હતી. તેણે કાંચના દરવાજા પર જાેરથી મુક્કો માર્યો હતો, તેના કારણ તે તૂટી ગયો હતો. પ્રતીકની ભૂલની સજા તમામ ઘરવાળાએ ભોગવવી પડી છે અને બિગ બોસે તેમને નોમિનેટ કર્યા છે.SSS