વિરપુર તાલુકાનું શ્રેષ્ઠ ગામનો એવોર્ડ પ્રાપ્ત કરતુ તાલુકાનુ પહેલુ પ્લાસ્ટિક મુક્ત હાંડીયા ગામ થયું
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાનું હાંડીયા ગામ તાલુકાનુ પ્લાસ્ટિક મુક્ત પહેલું ગામ બન્યું છે કલેકટરની અઘ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી તે દરમિયાન કેન્દ્ર સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભીયાનની પહેલ કરવામાં આવી હતી આ રાત્રી સભામાં મહિસાગર જીલ્લાના કલેકટર આર બી બારડ, મહિસાગર જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી,તાલુકા વિકાસ અધિકારી બી કે કટારા, મામલતદાર વિ ડી પટેલ,હાડિયા ગામના મહિલા સરપંચ જીજ્ઞાશા બેન, મહિસાગર જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ તેમજ અલગ વિભાગો માંથી આવેલ પદ અઘિકારીઓની ઉપસ્થિતમા રાત્રી સભા યોજવામાં આવી હતી.
જેમાં હાંડીયા ગામના મહિલા સરપંચ જીજ્ઞાશાબેન બારોટ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ગામના લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ના કરવા માટે ગામના સરપંચ અનુરોધ કર્યો હતો ગ્રામ પંચાયત દ્વારા તમામ ઘરોમાં કાપડની બનાવેલી થેલી આપીને પ્લાસ્ટિકના વપરાશથી કાયમી ધોરણે મુક્ત બનવા અનુરોધ કર્યો હતો. હાંડીયા ગામ અત્યારે આઘુનિક સુવિધાઓથી સજ્જ સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણને મહત્વ જોવા મળે છે હાંડીયા ગામમાં સી સી ટીવી કેમેરા,ફ્રી ઈન્ટરનેટ વાયફાય , કોમ્યુનિટી હોલ,ઓપન એર થિયેટર, ભક્તિ કેન્દ્ર,રમત ગમત અત્યંત આઘુનિક સાધનો, ગામમાં નેચરલ વાતાવરણ જળવાઈ રહે તે હેતુ બગીચો,જળ સંચય માટે નવિન તળાવનુ નિમાર્ણ કરવામાં આવ્યું છે સહિતની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.*