જો મંત્રીની ધરપકડ નહીં થાય તો મોટું આંદોલન થશે: રાકેશ ટીકૈત
લખનૌ, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈત એ લખીમપુર ઘટના સંદર્ભે કડક વલણ દર્શાવ્યું છે અને સરકારને ચેતવણી આપી છે કે, જાે ૧૨ મી સુધીમાં ધરપકડ નહીં થાય અને રાજ્યમંત્રીનું રાજીનામું નહિ લેવામાં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. ૧૨ તારીખ પછી, ખેડૂતો દેશભરમાં આંદોલન કરશે. આ સાથે રાકેશ ટીકૈતએ એમ પણ કહ્યું કે હિસ્ટ્રી-શીટર ગૃહ રાજ્યમંત્રી ન હોઈ શકે, તેમણે રાજીનામું આપવું જાેઈએ અને તેમની ધરપકડ કરવી જાેઈએ.
લખીમપુરની ઘટના પર રાકેશ ટીકૈતએ કહ્યું કે ત્યાં પાંચ લોકોના મોત થયા છે. સરકારે તેમને વળતર આપ્યું છે, ખેડૂતો અને પત્રકારો મૃતકોમાં સામેલ છે. જ્યારે તેની ધરપકડ થશે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય ટેની રાજીનામું આપશે ત્યારે તેમને ન્યાય મળશે. રાકેશ ટીકૈત એ કહ્યું કે તમામ પક્ષના લોકોએ ત્યાં જઈને પરિવારોને મદદ કરવી જાેઈએ.
અમે આંદોલનને સંઘર્ષથી સમાધાન સુધી લઈ જઈએ છીએ અને સરકાર આંદોલનને સમાધાન થી સંઘર્ષ તરફ લઈ જાય છે. આ અમારા અને રાજકીય પક્ષો વચ્ચેનો તફાવત છે, સમાધાન વાતચીત દ્વારા જ આવશે. દિલ્હીમાં પણ વાટાઘાટો થઈ છે, અમે સરકારને વારંવાર કહ્યું છે. જેની સરકાર હશે તે જ વાટાઘાટો કરશે.
એક જ અધિકારીઓ સાથે વાતચીત થશે, પરિવાર, સંબંધીઓ અને ખેડૂત સંગઠનોની ત્રણ સમિતિઓ હતી જ્યારે અધિકારીઓની ત્રણ સમિતિઓ હતી. મુખ્ય સચિવ, એડીજી, ડીએમ અને એસએસપી, છ સમિતિઓ વચ્ચે સમજૂતી હતી, સતત મંત્રણા થતી હતી, લગભગ દસ હજાર લોકો આ વાટાઘાટોમાં સામેલ હતા, આ કરારમાં વાટાઘાટોમાં હાજર રહેલા લોકો સંતુષ્ટ છે અને અમે તેમની સાથે છીએ.
ખેડૂત નેતા રાકેશ ટીકૈતએ કહ્યું કે આ કરાર લગભગ ૬ કલાકમાં થઈ ગયો છે. વાતો સતત ચાલતી રહી, લગભગ ૧૦ હજાર લોકોએ આ સંવાદમાં ભાગ લીધો. જે લોકો ત્યાં હાજર હતા તેઓ આ કરારથી સંતુષ્ટ છે, અમે તેમની સાથે છીએ. દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, જે કોઈ પણ આવી ઘટના કરશે, કાયદો વાજબી રીતે કામ કરવો જાેઈએ.
જાહેર જનતાની ઉપર ઇરાદાપૂર્વક વહન ચઢાવવામાં આવ્યા છે. એક વાહન ભૂલ કરી શકે બીજું વાહન ભૂલથી ચઢી શકે પરંતુ અહીં તો ત્રણ-ત્રણ ગાડીઓ પબ્લિકને કચડીને એક જ દિશામાં ગઈ હતી. જે લોકો અમારા લોકો હતા તે ખેડૂતો હતા.HS