Western Times News

Gujarati News

રશિયા મંત્રણા માટે તાલિબાનને મોસ્કો બોલાવવાની તૈયારી કરી રહ્યું છે

મોસ્કો, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા મળી નથી, પરંતુ રશિયા સતત તેના સંપર્કમાં છે અને તેની સાથે ચર્ચા કરી રહ્યું છે. આવા જ એક વિકાસમાં, રશિયા તાલિબાનને આંતરરાષ્ટ્રીય મંત્રણા માટે ૨૦ ઓક્ટોબરે મોસ્કો બોલાવશે. સમાચાર એજન્સી એએફપી તરફથી આ સમાચાર આવ્યા છે.

હકીકતમાં, રશિયા, ચીન અને પાકિસ્તાન તાલિબાન સરકારની વૈશ્વિક માન્યતા માટેની કવાયતમાં રોકાયેલા છે. ગયા મહિને સપ્ટેમ્બરમાં, ત્રણ દેશોના રાજદૂતોએ તાલિબાન સાથે બેઠક યોજી હતી અને આ દિશામાં વ્યૂહરચના તૈયાર કરી હતી. આ અંગે હામિદ કરઝાઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે પણ વાતચીત કરી હતી.

ત્રણેય દૂતોએ આતંકવાદ સામે લડવા અને સમાવેશી સરકાર પર ભાર મુકતા તાલિબાન સાથે માનવતાવાદી પરિસ્થિતિ સુધારવા ચર્ચા કરી. એવું માનવામાં આવે છે કે આ બેઠકો તાલિબાનને માન્યતા અપાવવાના પ્રયાસોના ભાગરૂપે ત્રણ દેશોના રાજદૂતો દ્વારા યોજવામાં આવી હતી. ચીનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય દૂતો તાલિબાનના વડા પ્રધાન મોહમ્મદ હસન અખુંદ, વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીને મળ્યા હતા. ઉપરાંત, પ્રથમ વખત વિદેશી દૂતોએ કરઝાઈ અને અબ્દુલ્લા સાથે વાત કરી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.