બાલિયાસણની આંગણવાડીઓને RO અને વોટરકુલર મેકકેઈન દ્વારા દાનમાં અપાયા

મેકકેઈન દ્વારા આજે ગુજરાતના મહેસાણામાં બાલિયાસણ ગામની આંગણવાડીઓ અને ગ્રામ પંચાયત ઓફિસમાં તેની ફ્લેગશિપ સીએસઆર પહેલ પ્રોજેક્ટ શક્તિ વિસ્તારવામાં આવી હતી. સમુદાયની જરૂરતોને ઓળખતાં મેકકેઈન દ્વારા ગામમાં અધિકારીઓ અને આંગણવાડી કેન્દ્રોના ઉપયોગ માટે
આરઓ વોટર પ્યુરિફાયર, વોટર કૂલર અને વાસણોનું દાન કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રીમતી જેબરબેન (ગ્રામ સંરપંચ), શ્રીમતી પાયલબેન (તલાટી) અને શ્રીમતી અલ્પાબેન (આઈસીડીએસ વિભાગનાં પ્રતિનિધિ અને શ્રી રાકેશ મેન્ડિરત્તા (પ્લાન્ટ હેડ, મેકકેઈન) અને અનન્ય અધિકારીઓ સહિત ગ્રામ પંચાયતના સભ્યો હાજરરહ્યા હતા.
આ અવસરે બોલતાં મેકકેઈન ઈન્ડિયા ખાતે પ્લાન્ટ હેડ શ્રી રાકેશ મેન્ડિરત્તાએ જણાવ્યું હતું કે મેકકેઈનમાં અમે મહેસાણાના સ્થાનિક સમુદાયોના ઉદ્ધાર માટે ગ્રામ પંચાયત સાથે નિકટતાથી કામ કરી રહ્યા છીએ. વર્ષોથી અમે પ્રદેશના લોકોને ટેકો આપવા અને અમારા પ્રોજેક્ટ શક્તિ થકી બહેતર જીવન આપવા માટે અમે કટિબદ્ધ છીએ. અમને આશા છે કે આ નાના છતાં મહત્ત્વપૂર્ણ દાનથી અધિકારીઓ અને આંગણવાડીઓને લાભ થશે.
મેકકેઈને મહેસાણાના સ્થાનિક વિસ્તારોની આવશ્યકતાઓને૨૦૦૬માં પ્લાન્ટની સ્થાપના કરી ત્યારથી સમજીને હંમેશાં ટેકો આપ્યો છે. આરઓ વોટર પ્યુરિફાયર અને વોટર કૂલર ગુજરાતના મહેસાણા જિલ્લાના બાલિયાસણ ગામમાં પંચાયત ઓફિસમાં સ્થાપવામાં આવ્યાં છે
અને ઓફિસ સાથે કોઈ પણ વિધિસર બાબતો માટે આવતા મુલાકાતીઓ અને ગ્રામવાસીઓ માટે લાભદાયી બની રહેશે. ઉફરાંત ગામમાં ૩ આંગણવાડી કેન્દ્રો માટે રાંધવા અને પીરસવા માટે નાનાં અને મોટાં વાસણો સહિત વાસણોનું પણ વિતરણ કરવામાં આવ્યું,
જે આખા ગામને ઉપયોગી બનશે અને બાળકો અને ગર્ભવતીઓને પણ મોટે ભાગે પહોંચ મળશે. મેકકેઈને જાગૃતિ ઝુંબેશ શરૂ કરવાની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેમાં શક્તિ સેતુ રથ ચાર ગામોમાં ફરીને ગ્રામવાસીઓને રસીકરણ, સક્ષમ ખેતીવાડી અને આરોગ્ય વીમા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર માહિતગાર કરાશે.