Western Times News

Gujarati News

૧૦૦ ફૂટ ઊંચી બિલ્ડિંગ પરથી શખ્સ નીચે પડ્યો

વોશિંગ્ટન, અમેરિકામાં ભયાનક અકસ્માતનો ભોગ બનેલા એક શખ્સે જે રીતે મોતને હરાવ્યું છે, તે જાેઈ દરેક આશ્ચર્યચકિત થયા છે. શખ્સ લગભગ ૧૦૦ ફૂટ ઊંચાઈ પરથી નીચે પડ્યો અને પછી તરત ઉભો થઈ ત્યાંથી જવા લાગ્યો. જાે કે, નજીકમાં હાજર લોકોએ તેને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ત્યાં રહેવા કહ્યું.

જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શખ્સના હાથનું હાડકું તૂટી ગયું છે અને અન્ય થોડી ઈજાઓ પહોંચી છે. રિપોર્ટ અનુસાર, આ અકસ્માતની ઘટનાને ૨૧ વર્ષીય ક્રિસ્ટીના સ્મિથએ તેના કેમેરામાં કેદ કરી છે. ખરેખર, ક્રિસ્ટીના ન્યૂ જર્સીના જર્નલ સ્ક્વેર પર ચાલી રહી હતી, જ્યારે તેણે જાેરદાર ધડાકા જેવો અવાજ સાંભળ્યો.

તે તરત જ અવાજની દિશામાં દોડી ગઈ, ત્યાં તેણે જાેયું કે એક શખ્સ કારની છત પર પડ્યો હતો અને કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. તેને આ સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં કે શખ્સ બિલ્ડિંગ પરથી નીચે પડ્યો છે. ક્રિસ્ટીના સ્મિથે કહ્યું, હું ત્યાં પહોંચી કે તરત જ તે શખ્સ કારની છત પરથી નીચે ઉતર્યો અને મને પૂછવા લાગ્યો કે શું થયું છે. મેં તેને કહ્યું કે તે બિલ્ડિંગ પરથી નીચે પડ્યો છે.

આ પછી તે ત્યાંથી જવા લાગ્યો, પરંતુ આસપાસ હાજર લોકોએ તેને રોકી લીધો. થોડા સમય પછી એક એમ્બ્યુલન્સ આવી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સ્મિથ કહે છે કે જાે તે માણસ કાર પર ન પડ્યો હોત તો તેના માટે જીવવું અશક્ય હતું. કારે તેનો જીવ બચાવ્યો. ઘાયલ શખ્સે તેની ઓળખ જાહેર કરી નથી. તે પણ સામે આવ્યું છે કે, તે નવ માળની બિલ્ડિંગમાં પણ કામ કરતો નથી જ્યાંથી તે પડ્યો હતો.

આવી સ્થિતિમાં, અત્યારે તે સમજવું મુશ્કેલ છે કે, પીડિત કયા ઈરાદાથી બિલ્ડિંગમાં ગયો હતો. પોલીસનું કહેવું છે કે, તે શખ્સના હાથનું હાડકું તુટ્યું છે, તેને કોઈ વધુ ગંભીર ઇજાની જાણકારી નથી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

ક્રિસ્ટીનાએ કહ્યું કે જ્યારે મેં અવાજ સાંભળ્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે તે કોઈના પડવાનો અવાજ છે. જાે કે, તેનાથી પણ વધારે, જ્યારે ૧૦૦ ફૂટની ઊંચાઈ પરથી પડ્યા બાદ પણ તે માણસ તરત જ ઉભો થયો ત્યારે મને આઘાત લાગ્યો. તે કારની છત પરથી નીચે ઉતર્યો અને ત્યાંથી જવા લાગ્યો. ઘટનાસ્થળ પર હાજર દરેક વ્યક્તિ આ દ્રશ્ય જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કદાચ આને ચમત્કાર કહેવાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.