Western Times News

Gujarati News

માધવપુરામાં પીએસઆઈ એકટીવા ચલાવતા રહયા તસ્કરો પત્નીના ગળામાંથી દોરો લુંટી ગયા

પોલીસ તંત્રના પોતાનાં જ કર્મચારીઓ અસુરક્ષીત : નારણપુરામાં મ્યુનિસિપલ કલાર્કની પત્નીનાં અછોડાની ચીલઝડપઃ એક જ દિવસમાં વહેલી સવારે બે બનાવો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 01062019: હાલ સુધીમાં સામાન્ય નાગરીકોને લુંટતા લુંટારૂઓનાં હાથ હવે પોલીસ સુધી પહોંચ્યા છે. સામાન્ય રીતે ચીલઝડપનો ભોગ શહેરીજનો-આમ નાગરીકો બનતી હોય છે. જા કે ગઈકાલે સવારે એક પીએસઆઈ પોતાની પત્નીને બેસાડીને જઈ રહયા હતાં.

ત્યારે લુંટારૂઓ તેમની પત્નીના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી નાસી ગયા હતા. અને આવો જ બીજા બનાવ પણ બન્યો હતો.  જેમાં કોર્પોરેશનનાં કર્મચારીની પત્ની મંદીરે દર્શન કરવા જતી હતી. એ સમયે તેમનો અછોડો તોડી તસ્કરો પલાયન થઈ ગયા હતા. પ્રથમ બનાવ હઠીસિંહ વાડી નજીક બન્યો છે. હેડ કવાર્ટરમાં પીવન કંપનીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં ધનજીભાઈ રામજીભાઈ સુથાર (રહે. પીએસકવાર્ટર શાહીબાગ હેડ કવાર્ટસ, શાહીબાગ) તેમની પત્ની સગુણાબેનને વિજયનગર જવાનું હોઈ ગઈકાલે સવારે વહેલા સાડા પાંચ વાગ્યાનાં સુમારે એકટીવાં લઈને નીકળ્યા હતા.
શાહીબાગ નમસ્તે સર્કલ થઈને તે હઠીસિંહની વાડી આગળ પહોચ્યા એ સમયે અચાનક પાછળથી પલ્સરમોટર સાયકલ પર બે લુટારૂઓ આવ્યા હતા. અને મોટરસાયકલ તેમની નજીક લાવી સગુણાબેનનાં ગળામાં હાથ નાખી તેમણે પહેરેલો વીસ હજાર રૂપિયાની કિંમતનો દોરો લુંટીને ભાગી ગયા હતા.

પીએસઆઈ ધનજીભાઈએ થોડેક સુધી બંને લુંટારૂઓનાં પીછો પણ કર્યો હતો. જા કે પુરપાટ ઝડપે બાઈક હંકારી મુકી વીસથી પચ્ચીસ વર્ષનાં આશરાનાં બંને લુંટારુ પલાયન થઈ ગયા હતા. પત્નીને બસમાં બેસાડયા બાદ પરત ફરી ધનજીભાઈએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોધાવી હતી.

જયારે વીરમગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં જયદીપભાઈ પટેલનાં પુત્ર તથા પુત્રી અમદાવાદમાં રહીને અભ્યાસ કરતાં હોવાથી બાળકોનું ધ્યાન રાખવા તેમની પત્ની ઉષાબેન પણ અમદાવાદમાં જ ઘર ભાડેથી રાખીને રહે છે. ગઈકાલે સવારે ઉષાબેન પોતાનાં ઘર નારણપુરા નવરંગ સર્કલ નજીક આવેલા મેઘાલય એપાર્ટમેન્ટમાંથી નારણપુરા ગામમાં આવેલા ખોડીયાર માતાનાં મંદીરે દર્શન કરવા ગયા હતા.

જયાંથી ચાલતાં પરત ફરતાં હતા એ વખતે સાત વાગ્યાની આસપાસ કાર વર્લ્ડ નજીક મોટરસાયકલ ઉપર આવેલા બે શખ્સો તેમનાં ગળામાંથી ૩૦ હજારની કિંમતનો અછોડો તોડીને નવરંગ સર્કલ તરફ ભાગી ગયા હતા. આ અંગે તેમણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. સામાન્ય રીતે આવી ફરીયાદો સામાન્ય નાગરીકોની આવતી હોય છે. જા કે પીએસઆઈ અને કોર્પોરેશનનાં કર્મચારીની પત્નીએ સોનાના દોરાની ચીલઝડપની ફરીયાદો નોંધાવતા લોકોમાં ચર્ચા થઈ રહી છે. જા તંત્રનાં પોતાનાં જ કર્મચારીઓ સુરક્ષીત ન હોય તો અન્ય લોકો કઈ રીતે સુરક્ષીત હોઈ શકે ? તે પ્રશ્ન લોકોનાં મનમાં ઘુમરાઈ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.