Western Times News

Gujarati News

અભિનેત્રી કાજલ અગ્રવાલને ઘરે એક ક્યુટ ડોગી આવ્યો

મુંબઈ, બોલિવુડ અને સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ ગત દિવસોમાં પ્રેગ્નેન્સીના સમાચારોને લઈને ચર્ચામાં હતી. સમાચારોમાં કહેવાઈ રહ્યું હતું કે તે પોતાના પહેલા બાળક માટે પ્રેગ્નેન્ટ છે.

પરંતુ આ મુદ્દાને લઈને અભિનેત્રીએ કોઈ રિએક્શન નહોતું આપ્યું. આ વચ્ચે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને સારા સમાચાર આપ્યા છે કે તેના ઘરે નવો મહેમાન આવ્યો છે, જેનું તેણે જાેરશોરથી સ્વાગત કર્યું. કાજલે ફોટો શેર કરીને એક પ્રેમભર્યો સંદેશ પણ લખ્યો છે.

એકચ્યુલી, કાજલ અગ્રવાલના ઘરે એક નાનો ક્યુટ ડૉગી આવ્યો છે. તે પપીનું નામ મિયા રાખવામાં આવ્યું છે. તેને ઘરે લાવ્યા બાદ અભિનેત્રીના આનંદનો કોઈ પાર નહોતો રહ્યો. તેનો ખુશી સાથે ફેન્સ સાથે ફોટો શેર કર્યો હતો. કાજલે નોટમાં લખ્યું હતું કે, ઘરના નવા સભ્ય સાથે તમને મળાવી રહી છું. લિટિલ મિયા! જે લોકો મને ઓળખે છે તેમને ખબર છે કે મને બાળપણથી જ ડૉગ્સ ફોબિયા છે.

ગૌતમ કીચલૂ ડૉગ લવર છે. તે પાલતૂ પ્રાણીઓ સાથે મોટા થયા છે અને તેઓ સાચા પ્રેમને બહુ જ સારી રીતે સમજે છે. જિંદગી આપણને પ્રેમ કરતા શીખવાડે છે. મિયા અમારા માટે બહુ બધો આનંદ લઈને આવ્યો છે. આ ઉપરાંત કાજલ અગ્રવાલના પતિ ગૌતમ કીચલૂએ પણ પપીનો ફોટો શેર કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી. તેણે ફોટો શેર કરીને તેની સાથે લખ્યું કે, પહેલું બાળક.

આખરે કાજલ અગ્રવાલને મનાવી લીધી. સ્વાગત છે પપી મિયા. કાજલ અગ્રવાલની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો તેની આવનારી ફિલ્મનું શૂટિંગ જલ્દી જ પૂરું થવાનું છે. કેમ કે, કહેવાઈ રહ્યું છે કે તે પતિ ગૌતમ કીચલૂ સાથે પોતાના પહેલા બાળકની માતા બનવાની છે.

જાેકે, તેમની તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કાજલ પાસે ‘આચાર્યા’ ઉપરાંત હિન્દી ફિલ્મ ઉમા પણ છે જેનું શૂટિંગ તે કરી ચૂકી છે. આ ફિલ્મ તથાગત સિંહાએ ડિરેક્ટ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.