Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટમાં કોલસાની તંગીની અરજી બાદ જવાબ આપવા આદેશ

અમદાવાદ, ચીન બાદ હવે ભારતમાં પણ વીજળી સંકટના ભણકારા વાગી રહ્યા છે. કેટલાક રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને કોલસાની અછત અંગે પત્ર લખવામાં આવ્યા છે, જાેકે ઉર્જામંત્રી અને કેન્દ્ર સરકાર દ્વારા કોલસાનું કોઇ સંકટ ન હોવાનું જણાવાય રહ્યું છે.

આ વચ્ચે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કોલસા અંગે રજૂઆત કરી હતી. જેને લઇને ગુજરાત પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડને કોર્ટમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. ત્યારે ૧૪ ઓક્ટોબરે જીપીસીબી કોર્ટમાં જવાબ આપશે.અરજદારે અરજી કરતા કહ્યું કે, કોલસાનો સપ્લાય અમુક સમય સુધી ચાલે તેટલો છે. અન્ય ઉદ્યોગોમાં કોલસાનો ઉપયોગ થશે તો અછત નક્કી છે. ભવિષ્યમાં કોલસાની અછત સર્જાશે તેવા એંધાણ હોવાની અરજદારે રજુઆત કરી છે.

મહત્વનું છે કે, આ અગાઉ જીપીસીબીએ કોલસાના ઉપયોગ અંગે જવાબ રજૂ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ઔદ્યોગિક એકમો કોલસાનો ઉપયોગ કરી રહી છે.

ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી સાધનો લગાવે અથવા તો ધારા-ધોરણોનુ પાલન કરી પછી, તેમને કોલસાનો ઉપયોગ કરવાની મંજૂરી અપાય છે. ઔદ્યોગિક એકમો દ્વારા ઈંધણ તરીકે કોલસા અને અન્ય વસ્તુનો ઉપયોગ કરે છે, જેને તબક્કાવાર ઘટાડીને પ્રદૂષણ રોકવા મક્કમ છીએ. સલ્ફર ડાયોક્સાઈડના ઉત્સર્જનને રોકવા સરકારે જૂન મહિનામાં પરિપત્ર બહાર પાડ્યો છે.

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોલસાની ઉણપ વર્તાય રહી છે. જેની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થઈ રહી છે. રાજ્યની સૌથી મોટી એવી વાપી જીઆઇડીસીમાં પણ આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં પણ કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર થઈ છે. જાે કોલસા સપ્લાયની સિસ્ટમ પૂર્વવત નહીં થાય તો. આગામી સમયમાં અનેક ઉદ્યોગો બંધ રાખવા પડે તેવી પણ શક્યતા વર્તાઇ રહી. સાથે જ કોલસાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આથી રાજ્યના કેટલાક ઉદ્યોગો મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.