જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિયંત્રણ પણ અદાણી ગ્રુપને મળી ગયું
નવીદિલ્હી, અદાણી ગ્રુપ પાછલા અમુક વર્ષોથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. એવામાં અદાણી ગ્રુપ પાસે હાલમાં ૬ એરપોર્ટની જવાબદારી છે. તો હવે વધુ એક એરપોર્ટનું નિયંત્રણ આ ગ્રુપને મળી ગયું છે. તેની સાથે જ હવે દેશમાં અદાણી ગ્રુપ પાસે કુલ ૭ એરપોર્ટ નિયંત્રણમાં રહેશે. જેના મેનેજમેન્ટની જવાબદારી તેમની પાસે આવી ગઇ છે.
દેશના પ્રમુખ એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી હાથોમાં સોંપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯માં બિડિંગ મંગાવી હતી. ત્યારે અદાણી ગ્રુપને અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલોર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટના મેનેજમેન્ટ અને ઓપરેશન આપવાનો ર્નિણય થયો હતો.
આ ગ્રુપની ૧૦૦ ટકાની હિસ્સેદારીવાળી સબસિડિયરી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે ય્સ્ઇ જેવા મોટા પ્લેયરને પછાડતા ૫૦ વર્ષ માટે આ એરપોર્ટને ઓપરેટ કરવાનો કરાર હાંસલ કરી લીધો હતો.એમાં હવે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિયંત્રણ પણ અદાણી ગ્રુપને મળી ગયું છે.
આ એરપોર્ટનું નિયંત્રણ અદાણી ગ્રુપે અથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી હાંસલ કર્યું છે. સરકારે અદાણી ગ્રુપને ૫૦ વર્ષ માટે આ એરપોર્ટ લીઝ પર આપ્યું છે. એરપોર્ટના ડિરેક્ટર જેએસ બલહારને સોમવારે અદાણી જયપુર ઈન્ટરનેશન લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ ઝાને એરપોર્ટની પ્રતીકાત્મક ચાવી સોંપી. હવે આ એરપોર્ટનું મેનેજમેન્ટ, ઓપરેશન અને ડેવલપમેન્ટ અદાણી ગ્રુપ દ્વારા પીપીપી મોડલ પર કરવામાં આવશે.
અબજાેપતિ બિઝનેસમેન ગૌતમ અદાણીના ગ્રુપે જુલાઇ મહિનામાં જ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ટેકઓવર પૂરુ કર્યું છે. ત્યાર પછી અદાણીએ મુંબઈ એરપોર્ટને સંચાલિત કરનારી કંપની ય્ફદ્ભ ગ્રુપ પાસેથી તેમનો આ બિઝનેસ એટલે કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ખરીદી લીધો.
મુંબઇ એરપોર્ટને બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. અહીં ભારતનું લગભગ ત્રીજા ભાગનું એર ટ્રાફિક હોય છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ હવે આ એરપોર્ટ દેશનો ૩૩ ટકા એર કાર્ગો ટ્રાફિક પણ કન્ટ્રોલ કરશે.અદાણી ગ્રુપની સબ્સિડિયરી એએએચએલ હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઇ છે. જયપુર એરપોર્ટ મળ્યા પછી કંપનીની પાસે હવે કુલ ૭ એરપોર્ટનું મેનેજમેન્ટ આવી ગયું છે.HS