Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ વોર્ડ દીઠ મોડેલ શાળા બનાવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કાઉટ ભવન પાલડી ખાતે યોજાયેલ માસિક સામાન્ય સભામાં તમામ સભ્યોએ વિદ્યાર્થી શિક્ષકો અને શાળાને હિતને લગતાં કામોને મંજૂરી આપી હતી. જેમાં શિક્ષણલક્ષી કાર્ય માટે અલગ બજેટ ફાળવી રૂા.૯૨.૯૦ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિ.સ્કૂલ બોર્ડનાં નવનિયુક્ત ચેરમેનના અધ્યક્ષસ્થાને માસિક સામાન્ય સભા થઈ હતી.

અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ દ્વારા તમામ વોર્ડ દીઠ એક મોડેલ શાળા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાં પરીણામે તમામ વોર્ડના વિદ્યાર્થીઓને એક સ્માર્ટ સ્કૂલ મળશે. મ્યુનિ.સ્કૂલબોર્ડના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળાઓમાં માળખાકીય સુવિધાઓ વધે તે માટે ધો.૬થી ૮ની ઉચ્ચ પ્રાથમિક શાળાઓની લેબમાં આધુનિકરણ, આધુનિક બ્લેક બોર્ડ અને નવા વિસ્તારની શાળામાં બેન્ચીસની સુવિધાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિ.બોર્ડ સંચાલિત શાળાઓની આગવી ઓળખ ઉભી થાય તે માટે તમામ શાળાઓને એક જ કલરથી રંગરોગાન કરવામાં આવશે. તેમજ શાળાઓને મહાનુભાવોના અને શહીદોના નામ સાથે જાેડવામાં આવશે.

મ્યુનિ.સ્કૂલ બોર્ડના નવનિયુક્ત ચેરમેનની અધ્યક્ષતામાં સ્કાઉટ ગાઈડની કારોબારી સભા મળી હતી. આ કારોબારીમાં સ્કાઉટ ગાઈડના સભ્યોને સ્કાફ ગાઈડ પહેરાવવામાં આવ્યા હતા. ૨૦૨૨માં જાંબોરી, દક્ષિણ કોરીયામાં યોજાનાર ઈન્ટરનેશનલ સ્કાઉટમાં મ્યુનિ.બોર્ડના વિદ્યાર્થીઓને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિ.સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના બાદ પ્રથમ વખત સ્કાઉટ ભવન પાલડી ખાતે મ્યુનિ.વિદ્યાર્થીઓ માટે રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં હાજર પૂર્વ મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષ પછી બાળકો માટે આવો સુંદર કાર્યક્રમ થયો છે તે પ્રશંસનીય છે. સ્કૂલ બોર્ડના ચેરમેન સુજલ મહેતાએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત રાસ-ગરબામાં ગોમતીપુર શાળા નં.૩ પ્રથમ ક્રમે રહી હતી જ્યારે બીજા ક્રમે બહેેરામપુર શાળા નં.૨૨ અને ત્રીજાે ક્રમ નવા વાડજ હિન્દી શાળાનો આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.