મોંઘવારી વધી છે ખાવાનું ઓછુ કરો: પાક.મંત્રી
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારી સામાન્ય લોકો તેમજ સરકાર માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે જેના કારણે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પરંતુ ઘા પર મલમ લગાવવાને બદલે સરકાર તેના પર મીઠું છાંટવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર અમીન ગંડાપુરે તાજેતરમાં જ મોંઘવારી અંગે એક એવું નિવેદન આપ્યું હતું, જેનાથી લોકો વધુ નિરાશ થયા છે.
ત્યાંની સ્થાનિક ટીવીના સમાચારો અનુસાર, પાકિસ્તાન સરકારમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન બાબતોના મંત્રી અમીન ગંડાપુરે એક જાહેર સભાને સંબોધતી વખતે લોકોને ઓછું ખાવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે શું આપણે દેશ માટે આટલું બલિદાન ન આપી શકએ. જાે હું ચામાં ૧૦૦ દાણા ખાંડ ઓછી ઉમેરું તો શું ચા ઓછી મીઠી બનશે? જાે હું રોટલીના ૧૦૦ કોળીયા ખાઉં છું, તો શું હું તેમા ૯ કોળીયા ઓછા ન ખાઈ શકું.
મંત્રીએ આગળ કહ્યું કે જાે ૯ ટકા ફુગાવો છે તો શું હું મારા સમુદાય, મારા બાળકો માટે આટલું બલિદાન ન આપી શકું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની આઝાદી માટે અને આપણા બાળકોને ગુલામીમાંથી બચાવવા માટે આપણે બલિદાન આપવું પડશે. હવે તમે લોકોએ આ ર્નિણય લેવાનો છે. મંત્રીએ બુધવારે આ નિવેદન આપ્યું હતું પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનુ ગયુ છે અને લોકો તેમની ઉગ્ર ટીકા કરી રહ્યા છે.HS