Western Times News

Gujarati News

કેજરીવાલના ઘરની સામે વિરોધ પ્રદર્શનમાં ભાજપ સાંસદ મનોજ તિવારી ઘાયલ થયા

નવીદિલ્હી, દિલ્હી સરકાર દ્વારા જાહેર સ્થળો પર છઠ પૂજા પર પ્રતિબંધ લગાવવાના ર્નિણય સામે ભાજપ મંગળવારે રસ્તા પર ઉતર્યું હતુ. ભાજપના સાંસદ મનોજ તિવારી દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા સહિત ભાજપના અનેક કાર્યકરોએ મુખ્યમંત્રી કેજરીવાના નિવાસ સ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શંકારીઓને રોકવા માટે ઠેર-ઠેર બેરીકેડ્‌સ લગાવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપ કાર્યકરોએ આ બેરીકેડ્‌સ તોડ્યા હતા.

પોલીસે તેમણે રોકવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારી ઘાયલ થયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત તિવારીને સફદાર જંગ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. જાે કે ડોકટર દ્વારા હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમની સારવાર ચાલી રહી છે.

હકીકતમાં, ગયા અઠવાડિયે એક આદેશમાં, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)એ કોવિડ-૧૯ ની સ્થિતિને જાેતા નદીના કાંઠે, જળાશયો અને મંદિરો સહિત જાહેર સ્થળોએ છઠ પૂજાની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભાજપના કાર્યકરોએ કેજરીવાલ સરકારના આ ર્નિણયનો વિરોધ કર્યો છે અને જાહેર સ્થળો પર છઠ પૂજા કરવાની માંગ કરી છે.

સોમવારે આદેશ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને પાર્ટી શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન વ્યવસ્થા કરશે. જ્યારે દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારીએ પૂર્વાંચલીઓ ( દિલ્હીમાં બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના રહેતા લોકો)નો અભિપ્રાય લેવા માટે ‘રથયાત્રા’ શરૂ કરી હતી અને ચેતવણી આપી હતી કે જાે લોકોને છઠની ઉજવણી કરવાથી રોકવામાં આવશે તો DDMA ના આદેશનો અનાદર કરવામાં આવશે.

છઠ્ઠા પ્રતિબંધની વિરુદ્ધ તિવારીની રથયાત્રા પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું હતું કે જાહેર સ્થળોએ ઉજવણીની મંજૂરી ન હોવી જાેઈએ. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે અને વિપક્ષ સંવેદનશીલ મુદ્દે “ગંદી રાજનીતિ” કરી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.