અમારી સાથે જે કર્યું તે ભારત સાથે કરવાની ત્રેવડ નથી: ઇમરાન ખાન
ઇસ્લામાબાદ, ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વિવાદ હવે પૂરો થવાનું નામ જ નથી લેતો.રમીઝ રાજા બાદ હવે એક વાર ફરી પાકિસ્તાની વઝીરે-આઝમને ભારતના કારણે મરચાં મુકાયા લાગે છે. તેમણે બીસીસીઆઈને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના કપ્તાન અને હવે પ્રધાનમંત્રી ઇમરાને મિડલ ઈસ્ટ આઈને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના બીસીસીઆઈ પાસે બેશુમાર પૈસા છે.તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે જે કર્યું તે ભારત સાથે કરવાની કોઇની ત્રેવડ નથી. મણે લાગે છે કે ઈંગ્લેન્ડમાં હવે હજુ પણ એવી ફિલિંગ છે કે તેઓ પાકિસ્તાન સાથે રમીને કોઈ અહેસાન કરે છે.
પરંતુ તે આવું ભારતીય ટીમ સાથે કરવાની હિંમત નહીં બતાવી શકે કારણ કે બીસીસીઆઈ પાસે બેશુમાર પૈસા છે અને આર્થિક રીતે તેઓ ખૂબ મજબૂત પણ છે અને તેના કારણે તેઓનો દબદબો એના કારણે માન ખૂબ વધારે છે.
તેમણે કહ્યું હતું કે મે ઈંગ્લેન્ડ પ્રવાસ રદ્ કરવા બાબતે કશું કહ્યું નહોતું પણ મે ઈંગ્લેન્ડની પાસેથી વધારે આશા રાખી હતી. તેમણે કહ્યું હતું કે એક ભારતીયએ અફવા ફેલાવી દીધી હતી જેને સાચી માનીને બીજી ટીમોએ પાકિસ્તાન પ્રવાસ રદ્ કર્યો હતો. ઇંગ્લેન્ડે સમજવું જાેઈએ કે આવું કરવાથી બીજી ટીમ સાથે શું હાલત થાય છે. જાે તેમની સાથે કોઈએ આવું કર્યું હોત તો?
ઇમરાને કહ્યું હતું કે હવે પૈસો પણ એક મોટો પ્લેયર બની ચૂક્યો છે. માત્ર ખેલાડીઓ માટેજ નહીં પણ ક્રિકેટ બોર્ડસ માટે પણ આવું જ છે અને પૈસો ભારતમાં છે. માટે ભારત અત્યારે આખી દુનિયાનુ ક્રિકેટ કંટ્રોલ કરી રહ્યું છે. તેમને મન પડે એ જ કરે છે અને તેઓ જે કહે તે બીજાને કરવું પડે છે. આવું બીજી કોઈ પણ ટીમ કે ખુદ ન્યુઝીલેન્ડ- ઈંગ્લેન્ડ ભારત સાથે ન કરી શકે.
અગાઉ રમીઝ રાઝાએ કહ્યું, પીસીબી આઈસીસીને જીરો ટકા ફંડિંગ આપે છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબુત બનાવવા માટે પ્રતિબંદ્ધ છું. એક રોકાણકારનું તો એવુ પણ કહેવુ છે કે જાે પાકિસ્તાન આગામી ટી-૨૦ વિશ્વ કપમાં ભારતને હરાવે છે તો પીસીબી માટે એક બ્લેન્ક ચેક તૈયાર મળશે. રમીઝ રાઝાએ કહ્યું કે જાે પીસીબી આર્થિક રીતે મજબુત થશે તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પાકિસ્તાન પ્રવાસને છોડીને જશે નહીં.
રમીઝે કહ્યું કે, જાે આપણી ક્રિકેટ ઈકોનોમી મજબૂત હોત તો આપણો ઉપયોગ કરાયો ના હોત અને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડીને ના ગઈ હોત. તેમણે કહ્યું કે, બેસ્ટ ક્રિકેટ ટીમ બનાવવી અને બેસ્ટ ક્રિકેટની ઈકોનોમી ઉભી કરવી. આ બંને અલગ-અલગ બાબતો છે.HS