યુદ્ધ થશે તો નવી દિલ્હીનો પરાજય થશે: ચીનની ધમકી
નવીદિલ્હી, ગ્લોબલ ટાઈમ્સમાં પ્રસિદ્ધ એક સંપાદકીય લેખમાં કહેવાયું કે નવી દિલ્હીએ એક વાત સ્પસ્ટ રીતે સમજી લેવી જાેઈએ કે જે રીતે તે સરહદ પર કબજાે જમાવવા માગે છે તે રીતે તેને સરહદ નહીં મળે.
જાે યુદ્ધ થશે તો નિશ્ચિત રીતે ભારતનો પરાજય થશે.ચીન અને ભારતની વચ્ચે સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. તેનું મૂળ કારણ ભારતીય પક્ષ વતી મંત્રણામાં યોગ્ય વલણનો અભાવ છે. વાસ્તવિક સ્થિતિની તદ્દન વિપરીત રીતે ભારતની માગ અવ્યવહારિક છે.
ગ્લોબલ ટાઇમ્સે વાતચીતમાં ભારતીય વલણને “તકવાદી” ગણાવ્યું છે. બંને દેશો વચ્ચે ૧૩મો રાઉન્ડની વાતચીત રવિવારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચુશુલ-મોલ્ડોવા સરહદી વિસ્તારની ચીનની બાજુએ યોજાઈ હતી.HS