તમારૂં બેંક લોકર વર્ષોથી બંધ છે, તો બેંક એ તોડી શકે છે

વર્ષોથી બંધ ૩.પ૦ લાખ જેટલા લોકરો બેક તોડી નાંખશે
(એજન્સી) કાનપુર, જાે લાંબા સમયથી આપનું બેક લોકર બંધ છે. અને ઓપરેટ નથી કર્યુ તો બેેક તેને તોડી શકે છે. દેેશભરમાં લગભગ ૩.પ લાખ અને કાનપુરમાં આવા લગભગ ૧૮ હજાર બેક લોકર ત્રણ વર્ષથી છ વર્ષ થી બંધ છે. આરબીઆઈની ગાઈડલાઈન બાદ બેકે નિર્ધારીત પ્રક્રિયાનુૃ પાલન કરીને આવા લોકર ખોલી શકે છે.
લોકરનું ભાડુ ભરવુ એટલુ પુરતુ નથી. બલકે વર્ષમાં કમ સે કમ એકવાર તેને ઓપરેટ કરવુ જરૂરી છે. ભાડુ જમા કરાવવા છતાં વર્ષોથી બંધ લોકરો બેક તોડી શકે છે. કાનપુરમાં ર૬૬ આવા બેક શાખાઓ છે. એક કેબિનેટમાં ૬પ-૭૦ સુધી લોકરો હોય છે.
બેક એમ્પ્લોઈઝ અસોસીઅશન અનુસાર દેશમાં ગ્રામીણ બેકો મળીને લગભગ બે લાખ શાખાઓ હતી.
જેમાં લગભગ ૧૦ હજાર વિલયના કારણે ઘટી ગઈ હતી. લગભગ પપ હજાર શાખાઓમાં લોકર વ્યવસ્થા છે. જેમાંથી ૩.પ લાખ લોકર એવા છે કે જે વર્ષોથી બંધ હાલતમાં છે જે ખોલાયા જ નથી.
આરબીઆઈના નિર્દેશો અનુસાર પહેલીવાર બેકો માટે લોકર ઓપરેશન્સના એસએમએવી અને ઈ-મેઈલ ગ્રાહકને મોકલવો જરૂરી રહેશે. બેકોએ લોકર ફાળવણીના બધી આવેદનો માટે રસીદ આપવી પડશશ. જાે લોકરો ઉપલબ્ધ નથી તો બેંકોએ ગ્રાહકોને વેઈટીંગ લીસ્ટનો નંબર પણ આપવો પડશે.
લોકર એલોટમેન્ટની જાણકારી અને વેઈટીંગ લીસ્ટને કારણે બેકીંગ સિસ્ટમ (સીબીએસ) સાથે જાેડી શકાય. આગ, ચોરી, લૂંટના કિસ્સામાં બેકે ગ્રાહકને વાર્ષિક ભાડાનું સો ગણુ ભાડુ વળતરરૂપે આપવુ પડશે.