Western Times News

Gujarati News

ચીફ જસ્ટીસ અરવિંદકુમાર ગુજરાત હાઇકોર્ટના ‘ન્યાયધર્મ’નો ઇતિહાસ આગળ વધારશે!

ગુજરાત હાઇકોર્ટના મૂળ જસ્ટીસ શ્રી અકીલભાઇ કુરેશી ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ બાદ હવે રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વરણી થઈ! આખરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના ના વડપણ હેઠળની કોલેજીયમ ની ભલામણ બાદ સરકારે નિયમ મુજબ વિવિધ ન્યાયધીશોની અન્ય હાઇકોર્ટોમાં ચીફ જસ્ટિસ તરીકે બદલી સાથે બઢતી મંજૂરી કરી!

સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે – અલ વોટન

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટ ના નવા નિયુક્ત થયેલા ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર ની છે જસ્ટીસ શ્રી અરવિંદકુમાર કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ તરીકે પોતાની ફરજ નિભાવતા હતા સ્વભાવે વિનમ્ર, કર્મશીલ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા શ્રી અરવિંદકુમાર ની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ થતા હવે તેઓ શ્રી ગુજરાતના ન્યાયતંત્રનો ગૌરવવંતો ઇતિહાસ આગળ વધારશે!

નીચેની તસ્વીરમાં ડાબી બાજુથી જસ્ટિસ શ્રી અકીલભાઇ કુરેશીની છે તેઓ ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ફરજ નિભાવતા હતા તેઓશ્રીની હવે રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વરણી કરાઇ છે બીજી તસવીર જસ્ટિસ શ્રી રાજેશભાઈ બિંદલની છે તેમની અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે!

ત્રીજી તસવીર જસ્ટિસ શ્રી રણજીતભાઈ મોરે ની છે તેમની મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે! ચોથી તસવીર જસ્ટીસ શ્રી સતિષચંદ્ર શર્માની છે તેમની તેલંગણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વરણી કરાઇ છે! પાંચમી તસવીર જસ્ટીસ શ્રી પ્રકાશભાઈ શ્રીવાસ્તવની છે તેઓની કલકત્તા હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે!

છઠ્ઠી તસવીર જસ્ટીસ શ્રી આર.વી. મલ્લિનાથ ની છે તેમની નિયુક્તિ મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે સાતમી તસવીર જસ્ટિસ શ્રી રીતુરાજ અવસ્થિની છે તેઓની કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે!

આઠમી તસવીર જસ્ટીસ શ્રી પ્રશાંતકુમાર મિશ્રાની છે તેમની આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ પદ ઉપર નિયુક્તિ કરાઇ છે! આમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાના વડપણ હેઠળની કોલેજિયમે કેન્દ્ર સરકારના કાયદા વિભાગને બદલી અને બઢતીની યાદી મોકલી હતી એ રીતે કેન્દ્ર ના કાયદા વિભાગે નિયમ મુજબ મંજૂરીની મહોર મારતા આ નિયુક્તિ કરાઇ છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે ‘‘લોકોનો અંકુશ હોય તો જ સરકાર સારી રીતે ચાલી શકે’’!! જ્યારે અમેરિકાના ૧૪માં મુખ્ય ન્યાયાધીશ અલ વોટને સરસ કહ્યું છે કે ‘‘સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે’’!! ભારતમાં પરિસ્થિતિ એવી છે કે પ્રજામાં લોક શિક્ષણ ઓછું છે

લોકોને નેતાઓએ તેમની રોજિંદી ચિંતામા એવા અટવાયેલા રાખ્યા છે કે લોકોને દેશ માટે, નેતાઓના વાણીવિલાસ માટે વિચારવાની ફુરસદ નથી! અને ત્રીજી બાબત એટલી ગંભીર છે કે પત્રકારિતા લોકશિક્ષણનું કામ કરવાને બદલે ક્યાંક ક્યાંક ભ્રમ ફેલાવવાનું કામ કરે છે એવી ચર્ચા એ જાેર પકડ્યું છે આ બધા વચ્ચે ફક્ત આશાનું કિરણ છે

‘ન્યાયમંદિર’ તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ શ્રી અરવિંદકુમાર નિયુક્તિ થઈ છે જ્યારે અન્ય પાંચ ન્યાયાધીશોની પણ અન્ય રાજ્યના ચીફ જસ્ટિસશ્રીઓ તરીકે વરણી કરાઇ છે ફુલ ૮ ન્યાયાધીશોની મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરાઇ હોવાનું જાણવા મળેલ છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.