ISIએ પોલિટિકલ કિલિંગ માટે યૂપી અને બિહારના શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાની તૈયારી કરી
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દર રોજ નવું ષડયંત્ર રચી રહ્યા છે. પાકિસ્તાનની ખાનગી એજન્સી આઇએસઆઇએ કાશ્મીરમાં પોલિટિકલ કિલિંગ માટે યૂપી અને બિહારના શૂટર્સને સોપારી આપવાની તૈયારી કરી છે.
ગુપ્તચર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે આઇએસઆઇએ યુપી બિહારમાં હાજર પોતાના એજન્ટોને આ માટે નિર્દેશ આપ્યા છે. આઇએસઆઇએ પોતાના ગુર્ગોને કહ્યું છે કે એવા શૂટરની ઓળખ કરે જેનો ક્રિમિનલ રેકોર્ડ સારો હોય અને જેનો ઉપયોગ ઘાટીમાં ટારગેટેડ કિલિંગ માટે કરી શકાય. સોપારી તરીકે કિલરને મોટી રકમ પણ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ આઇએસઆઇનો હેતુ ઘાટીમાં ડર અને અસુરક્ષાનો માહોલ બનાવવાનો છે. ષડયંત્ર મુજબ જાે ઘટના બાદ સુપારી કિલર સુરક્ષા કર્મચારીઓના હાથે મરી જાય કે પકડાઈ જાય તો આઈએસઆઈ અને પાકિસ્તાન સરળતાથી પોતાનું પલ્લુ ખંખેરી શકે છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટે ષડયંત્ર અંગે ખુલાસો કરતા કહ્યું છે કે આતંકીઓને નિશાના પર સફરજનનો વ્યવસાય કરનારા હિન્દુ વ્યાપારીઓ પણ છે. તેમજ કશ્મીરમાં રેહડી કે પાટા લગાવનારા એવા લોકોને આતંકીઓ નિશાનો બનાવી શકે છે જે કાશ્મીરના સ્થાનીય નથી. તેમજ લાંબા સમયથી ભાડા પર રહે છે. આતંકીઓ તેમને નિશાનો બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર સરકારે મંગળવારે કાશ્મીરી પ્રવાસી કર્મચારીઓને નિર્દેશ આપ્યો છે કે ઘાટી છોડીને ન જાય. કેમ કે તેમના માટે સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. સહાયક આયુક્ત(કેન્દ્રીય) અજીજ અહમદ રાઠેર તરફથી જારી નિર્દેશમાં કહેવામાં આવ્યું છે.
કાશ્મીરના સંભાગીય આયુક્તના નિર્દેશ કર્યા છે કે કોઈ પણ અપ્રવાસી કર્મચારીઓના જિલ્લા અથવા ઘાટી છોડવાની જરુર નથી અને જે કામથી અનુપસ્થિતિ જાેવા મળી તેમની સામે સેવા નિયમો હેઠળ કાર્યવાહી થશે. સંભાગીય આયુક્ત પાંડુરંગના પોલની અધ્યક્ષતામાં શ્રીનગરમાં કાશ્મીર ઘાટીના ઉપાયુક્તો અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકોની સાથે સુરક્ષા બેઠક બાદ આ નિર્દેશ જારી કરવામાં આવ્યા.
આ દેશમાં કહેવામાં આવ્યું છે કે સંભાગીય આયુક્તે અધિકારીઓને કહ્યું કે આ અપ્રવાસી કર્મચારીઓને સુંદુર તથા અસુરક્ષિત વિસ્તારની સરખામણીમાં હાલમાં પ્રાથમિકતાના આધાર પર સુરક્ષિત વિસ્તારમાં તૈનાત કરવામાં આવે. અધિકારીઓએ કહ્યું કે ભારે સુરક્ષા કરવામાં આવી રહી છે અને અપ્રવાસી કર્મચારીઓ, સીખો, કાશ્મીરી પંડિતો અને મજૂરો માટે સુરક્ષાના ઉપાયો કડક કરવામાં આવ્યા છે.HS