Western Times News

Gujarati News

માતાના મઢમાં મહારાણીએ ઝોળી ફેલાવી પતરી વિધિ કરી

કચ્છ, કચ્છના અતિપ્રખ્યાત એવા માતાના મઢમાં આજે ઈતિહાસ સર્જાયો છે. ૩૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે. કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ કરી હતી. મહારાણી પ્રિતીદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. નવરાત્રિમાં આઠમના પવિત્ર દિને માતાના મઢમાં પતરી વિધિ યોજાઈ હતી.

જેમાં આજે ઐતિહાસિક ક્ષણ જાેવા મળી હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ પતરી વિધિ કરવાનો લ્હાવો લીધો હતો. રાજ પરિવારના પ્રતિનિધિએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા.

મહારાણી પ્રિતિદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. તેમણે કચ્છ અને દેશ માટે સુખ શાંતિ અને કોરોના નાબુદી માટે માતાને પ્રાર્થના કરી હતી. કચ્છમાં પહેલીવાર કોઈ મહિલાએ પતરી વિધિ કરી હોય તેવુ બન્યુ છે.

પતરી વિધિ માટે રાજ પરિવારના તમામ સભ્યો માતાના મઢ પહોંચ્યા હતા. ચાચરાકુંડથી ચામર વિધિ પૂર્ણ કરી માતાના મઢ પતરી વિધિ માટે મહારાણી પ્રિતીદેવી પહોંચ્યા હતા. આમ, ૩૫૦ વર્ષમાં પહેલીવાર આ નજારો જાેવા મળ્યો હતો. તો ગઈકાલે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ આશાપુરા મંદિરે અશ્વિન નવરાત્રિના સાતમના રાત્રે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના અધ્યક્ષ રાજાબાવાએ મોડી રાત્રે હોમ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.