પાકિસ્તાનમાં 6.1ની તીવ્રતાથી રસ્તાઓ ફાટ્યાને ગાડીઓ અંદર ઘૂસી ગઇ
પાકિસ્તાન:પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પેશાવર, રાવલપિંડી અને લાહોરના વિસ્તારોમાં ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઇ છે. આ ભૂકંપની તીવ્રતા 6.1ની જણવવામાં આવી છે જે 8-10 સેકેન્ડ સુધી ચાલ્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેના લીધે પાંચ લોકોના મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા વધારે છે. અહીં ઘણા મકાનોમાં દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. રસ્તાઓમાં પહોળી તિરાડો પડી ગઇ હતી અને ગાડીઓ અંદર ઘૂસી ગઇ હતી.
પાકિસ્તાનના મેટેરોલોજીકલ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે ભૂકંપ 10 કિલોમીટર અંદરથી ઉદભવ્યો છે. અત્યારે લોકો શોશિયલ મીડિયા પર તસવીરો અને માહિતી શેર કરી રહ્યાં છે. ભારતમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી. જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે. યૂરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી.
રાતનો સમય રાહતકાર્યમાં મુશ્કેલીરૂપ, અમુક લોકો ઘર સુધી નથી પહોંચી શક્યાં પાકિસ્તાનમાં અત્યારે સાંજ પછીનો સમયછે તો રાત્રે રાહતકાર્યમાં મુશ્કેલી પડશે. રસ્તાઓ તૂટી જવાના લીધે રાહતકાર્ય માટે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. POKના હમીરપુરના રહેવાસી મોહમદીને ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવે રાતના સમયે લાઇટ અને જનરેટરની વ્યવસ્થા કરવી પડશે. ભૂકંપ બાદ લોકો તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. અમુક દુકાનો પડી ગઇ હતી અને ઘણા લોકો ઘાયલ છે. રસ્તાઓ ચાર થી પાંચ ફુટ નીચે ઘુસી ગયા છે. હજુ અહીં રાહતકાર્ય બરોબર શરુ થયું નથી. અમુક લોકો બહાર ગયા છે એ રસ્તાઓ તૂટવાના કારણે તેમના ઘરે પહોંચી નથી શક્યા.