Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશ : કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવા પ્રિયંકા ઇચ્છુક

પ્રતિકાત્મક તસવીર

લખનૌ : ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી હચમચી ઉઠી છે. પાંચ મહિના પહેલા યોજાયેલી ચૂંટણમાં કોંગ્રેસ પાર્ટીને ઉત્તરપ્રદેશમાં ૮૦ પૈકી માત્ર એક સીટ મળી હતી. જ્યારે દેશમાં ૫૪૩ સીટો પૈકી માત્ર બાવન સીટો મળ્યા બાદ તેની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. આવી સ્થિતિ  પાર્ટીને બેઠી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં અત્યારથી જ કોંગ્રેસ પાર્ટીએ ૨૦૨૨ની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે તેના સંગઠનને નવેસરથી ઉભા કરવા માટેની તૈયારી કરી છે.

હકીકતમા દેશની સૌથી જુની ં પાર્ટી ઇચ્છે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા સમગ્ર પ્રદેશમાં બુથ સ્તરથી લઇને અધ્યક્ષ સુધી મોટા પાયે ફેરફાર કરવામાં આવે. કાર્યકરોમાં જુસ્સો વધારી દેવા માટે કામ કરવામા આવી રહ્યા છે. જનતાની વચ્ચે જઇને લોકોમાં વિશ્વાસ જગાવી શકે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં મળેલી હાર માટેના કારણો જાણવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ફિડબેકના આધાર પર નવી રણનિતી બનાવવા પર કામ થઇ શકે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સુત્રોના કહેવા મુજબ પાર્ટી પ્રદેશમાં સંગઠનને મજબુત કરીને નવા નામ પોતાની સાથે જાડીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આને લઇને પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે અલગ અલગ રીતે વાતચીત કરી રહ્યા છે. જેના કારણે તેના આધાર પર જ પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. કોંગ્રેસના તમામ નેતાઓ એક બાબત તો માને છે કે સૌથી પહેલા તો સંગઠનની તાકાતને વધારી દેવાની જરૂર છે. ત્યારબાદ જ પ્રજાની વચ્ચે વિશ્વાસ જગાવવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.