Western Times News

Gujarati News

આમોદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નિયંત્રણ હેઠળ આમોદ પાલિકાએ વેપારીઓને ૨૬૫૦નો દંડ કર્યો

ભરૂચ, આમોદ નગરને સિંગલ પ્લાસ્ટિક યુઝ થી મુક્ત બનાવવા માટે આજ રોજ આમોદ નગરપાલિકાએ બજારમાં ખાસ ઝુંબેશ હાથ ધરી હતી અને આમોદના વેપારીઓ પાસેથી ૧૦ કિલો સિંગલ પ્લાસ્ટિક યુઝ જપ્ત કરી કુલ ૨૬૫૦ રૂપિયાનો દંડ પણ કર્યો હતો.જેથી સિંગલ પ્લાસ્ટિક યુઝ કરતા વેપારીઓમાં પાલિકાની કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાયો હતો.આજરોજ બપોરના સમયે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવી તેમજ પાલિકા ઈજનેર કિરણ મકવાણા તથા સ્ટાફ દ્વારા આમોદ બજારમાં વેપારીઓને ત્યાં અચાનક રેડ પાડી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. તેમજ સ્થળ ઉપર દંડ પણ વસુલ કર્યો હતો. જોકે પ્લાસ્ટિક નિયંત્રણ ની કામગીરી કરવા ગયેલા મુખ્ય અધિકારી અને પાલિકાના સ્ટાફના કર્મચારી સાથે કેટલાક વેપારીઓએ રકઝક પણ કરી હતી અને દંડ ભરવાની ના પાડતા વેપારીઓ સાથે મોટી રકઝક થતા આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.પોલીસની દરમ્યાનગીરી થી વેપારીઓ અને પાલિકાના અધિકારીઓનો મામલો શાંત પડ્‌યો હતો. સ્વચ્છતા હી સેવાની ઝુંબેશ હેઠળ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ આગામી દિવસોમાં વેપારીઓ સાથે બેઠક કરી પ્લાસ્ટિક મુક્ત નગર બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.