Western Times News

Gujarati News

ગળતેશ્વર તાલુકાના વાંઘરોલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મચ્છરદાની વિતરણ કરવામાં આવી

(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી ગામમાં પ્રાથમિક આરોગ્ય વાંઘરોલી દ્વારા તાઃ- ૨૪-૦૯-૨૦૧૯ ના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે પે.સેન્ટર શાળા વાંઘરોલી ખાતે રાખવામા આવ્યો હતો. હાલ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો ઉથલો મારતા હોય છે. અને મચ્છરોનો પણ ઉપદ્ધવ વધી જતો હોય છે. ત્યારે મચ્છરજન્ય રોગોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં આસપાસના ગામોની સગર્ભા બહેનોને મચ્છરદાનીની વહેંચણી કરવામાં આવી હતી.જેમાં ૨૫થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ સમારોહ પરમાર બુધાભાઇ ભાથીભાઈ (જીલ્લા પંચાયત સભ્યશ્રી)ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. તેમાં ઉપસ્થિત આર.એસ.પટેલ જી.આ.અધિકારી, ડો.સતીશભાઇ સુતારિયા (ટી.એચ.ઓ- ગળતેશ્વર), રફિકભાઇ મલેક (વાંઘરોલી), જયદીપભાઈ રાવજીભાઈ પટેલ (બલાઢા સરપંચશ્રી), હાથીભાઇ, કાનજીભાઇ, પૂર્વ આચાર્ય નરેન્દ્રભાઈ માયાવંશી તથા ગ્રામજનો તથા આરોગ્ય સ્ટાફ, શિક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ પે. સેન્ટર આચાર્ય દિનેશભાઇ માયાવંશીએ કર્યુ હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.