મ્યુનિ. સ્ટેન્ડિંગ કમીટીએ રોડ- રસ્તા માટે ર૩ કરોડના કામોને મંજુરી આપી

प्रतिकात्मक
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ચોમાસાની સીઝન પૂર્ણ થતા જ તૂટેલા રોડ રીસરફેસ કરવા અને નવા રોડ બનાવવા માટે તેમજ નાગરીકોની સુખાકારી માટે પાણી- ડ્રેનેજના અંદાજે રૂા.ર૭ કરોડના વિકાસલક્ષી કામોની મંજુરી મ્યુનિ. શાસકપક્ષ દ્વારા આપવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ શહેરમાં રૂા.રર કરોડના ખર્ચથી રોડ- રસ્તાના નવા કામ કરવામાં આવશે મધ્યઝોનમાં જુદા-જુદા રોડ રીસરફેસ કરવા તેમજ હેવી ચેપવર્ક કરવા માટે રૂા.૧ર.પર કરોડનો ખર્ચ થશે. પૂર્વઝોનના નિકોલ, ઓઢવ, વિરાટનગર તથા અન્ય વોર્ડમાં રૂા.૧.પ૦ કરોડના ખર્ચથી જેટ પેચર ટેકનોલોજીથી પેચવર્કના કામને મંજુર કરવામાં આવ્યુ છે.
દક્ષિણઝોનના બહેરામપુરા, દાણીલીમડા તથા અન્ય વોર્ડમાં રૂા.૧.૧૦ કરોડના ખર્ચથી રોડ મીલીંગ કરીને રીસરફેસ થશે જયારે નવરંગપુરા વોર્ડના રસ્તાઓ અને સર્કલ બ્યુટીફીકેશન માટે રૂા.૩૭ લાખ ખર્ચ થશે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી-ડ્રેનેજ સુવિધા માટે પણ રૂા.૪.૭પ કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે.
રાણીપ વોર્ડમાં રૂા.૧.૧પ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈનોને ડીસીલ્ટીંગ કરવામાં આવશે. પૂર્વ વિસ્તારના ભાઈપુરા વોર્ડમાં આવેલ ધીરજ હાઉસીંગમાં બની રહેલ નવા વો.ડી. સ્ટેશનમાં રૂા.પ૧ લાખના ખર્ચથી વોટર પાઈપ લાઈન નેટવર્ક નાંખવામાં આવશે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા અને બોડકદેવ વોર્ડમાં નવા બનતા વો.ડી. સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં રૂા.ર.૩૦ કરોડના ખર્ચથી નેટવર્ક નાંખવાના કામને મંજુરી આપવામાં આવી છે. ઉતર તથા પૂર્વઝોનમાં આવેલા ૦૮ વોટર પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન- મેઈન્ટેન્સ માટે રૂા.૮૩ લાખ ખર્ચ થશે. સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂા.૮૩ લાખના ખર્ચથી એલ્યુમીનીયમ કેબલ ખરીદ કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીના ઝીરો અવર્સ દરમ્યાન કોરોના વેકસીનેકશન માટે ચર્ચા થઈ હતી મ્યુનિ. આરોગ્યખાતાની સઘન ઝુંબેશના કારણે ૪૬ લાખ ર૩ હજાર પુખ્યવયના નાગરીકો પૈકી અંદાજે ૪પ.પ૦ લાખ નાગરીકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે તંત્ર દ્વારા સ્લમ વિસ્તારમાં વેકસીન લેનારને ૧ લીટર તેલ આપવામાં આવી રહયુ છે, જેને સારો પ્રતિસાદ મળી રહયો છે.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા આઈ.ડી. પ્રુફ કે મોબાઈલ ન હોય તેવી વ્યકિતઓને પણ રસી આપવામાં આવી રહી છે કાંકરિયા પરિસરમાં સહેલાણીઓ માટે ચાલી રહેલ મીની ટ્રોય ટ્રેનના ટ્રેક રૂા.૩.૯ર કરોડના ખર્ચથી બદલવામાં આવશે જયારે વિવિધ એમ્યુનીટીશના કોન્ટ્રાકટ વધુ ચાર વર્ષ માટે રિન્યુ કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.SSS