Western Times News

Gujarati News

મનિષ મલ્હોત્રા અને રિલાયન્સ બ્રાન્ડ્સે ભાગીદારી કરી, 40 ટકા હિસ્સો હાંસલ કરવા કરાર

મનિષ મલ્હોત્રાના નામની બ્રાન્ડની માલિકી ધરાવતી કંપની એમએમ સ્ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 40 ટકા હિસ્સો હાંસલ કરવા RBL નિશ્ચિત કરાર કર્યો

મુંબઈ, મનિષ મલ્હોત્રા અને રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL)એ આજે 16 વર્ષ જૂની તેની માલિકીની બ્રાન્ડને ભારત અને સમગ્ર વિશ્વમાં ઝડપથી વિસ્તારવાના હેતુ સાથે વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. Manish Malhotra (Managing and Creative Director MM Styles Pvt. Ltd) Darshan Mehta (MD CEO Reliance Brands Limited)

સ્થાપક અને ક્રિયેટિવ ડિરેક્ટર એવા મનિષ મલ્હોત્રાના નામની બ્રાન્ડમાં 40 ટકા લઘુમતી હિસ્સો મેળવવા માટેનું મૂડીરોકાણ કરવા માટે RBL દ્વારા નિશ્ચિત કરાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી માત્ર મલ્હોત્રા દ્વારા જ સંપૂર્ણ હિસ્સો પોતાની પાસે રાખવામાં આવ્યો છે તેવી આ બ્રાન્ડમાં પહેલીવાર કોઈ અન્ય કંપનીએ મૂડીરોકાણ કર્યું છે.

વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવેલી મનિષ મલ્હોત્રા બ્રાન્ડના મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને બે સ્ટોર ઇન સ્ટોર ઉપરાંત એક વર્ચ્યુઅલ સ્ટોર એમ કુલ ચાર ફ્લેગશીપ સ્ટોર્સ છે અને સોશિયલ મીડિયા પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મનિષ મલ્હોત્રાનું સિગ્નેચર ગ્લેમર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટ તરીકેની તેમની 31 વર્ષની કારકિર્દીમાં વ્યાપ્ત છે અને શ્રી મલ્હોત્રાના નેતૃત્વમાં કામ કરતાં 700 કળાકારો અને વ્યાવસાયિકોની ટીમ બ્રાન્ડની ડિઝાઇન પ્રસિદ્ધિમાં ચાર ચાંદ લગાવે છે.

ભારતના સૌથી મોટા લક્ઝરી રિટેલર તરીકે આરબીએલ દ્વારા 14 વર્ષથી વિશ્વસ્તરની લક્ઝરીથી લઈને પ્રીમિયમ બ્રાન્ડ્સ ભારતમાં લાવવામાં આવી છે. જોકે, લોકોની ખરીદ શક્તિ પશ્ચિમ કરતાં પૂર્વમાં ઝડપથી વધી રહી છે ત્યારે ફેશન અને ડિઝાઇન પ્રત્યેની સંવેદનશીલતા પણ પૂર્વમાં ક્યાંય પાછળ નથી. આ પરિવર્તનને ઓળખીને આરબીએલ દ્વારા તેના મૂલ્યવર્ધનના આગામી તબક્કામાં ભારતીય ડિઝાઇન વૈવિધ્યમાં ઘરઆંગણે ખીલેલી પ્રતિભા પર નજર ઠેરવી છે.

મનિષ મલ્હોત્રા સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી તેમની કૌશલ્ય પ્રતિભા અને ભારતીય કલા તથા સંસ્કૃતિ પ્રત્યેની અમારી ગહન પ્રતિબદ્ધતા માટેના અમારા આદર પર આધારિત છે. એક ઉદ્યોગસાહસિક હોવાથીઆ બ્રાન્ડ પાછળ તમામ મહેનત કરનાર મનિષ હંમેશા ચપળ અને તેના સમયથી આગળ રહ્યો છે.

ભારતીય વસ્ત્રોની સ્વીકૃતિ અને તેની પ્રસિદ્ધ વૈશ્વિક સ્તરે અમર્યાદિત પર છે અને અમે મનિષ સાથે આ પ્રવાસમાં ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છીએ, તેમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું. (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જૂથમાં તમામ રિટેલ કંપની ઉપરોક્ત કંપનીના નેજા હેઠળ છે).

વ્યક્તિગત ડિઝાઇન અને ફીટિંગના પરિધાનો તૈયાર કરતાં દેશના અગ્રણી કોચર હાઉસ અને અગ્રણી લક્ઝરી કોન્ગ્લોમેરેટનું એકસાથે આવવાનું લક્ષ્ય કોર્પોરેટ માળખું વિકસાવવાનું છે જે આવનારી પેઢીઓ માટે મનિષ મલ્હોત્રાના વારસાને જાળવી રાખે છે. મનિષ મલ્હોત્રા બ્રાન્ડ ફેશન અને ફિલ્મ મનોરંજનના ક્ષેત્રે અનન્ય લોકચાહના ધરાવે છે. આમ, જીવનશૈલી વપરાશના મોટા પોર્ટફોલિયોમાં બ્રાન્ડનું વિસ્તરણ આગળના પગલા તરીકે અત્યંત સ્વાભાવિક બની રહેશે. આ બ્રાન્ડ વૈશ્વિક ફેશન પરિદૃશ્યોમાં વર્તમાન અને સંભવિત ગ્રાહકોનો નોંધપાત્ર સંગ્રહ ધરાવે છે અને તેની આગામીની યોજનાઓમાં ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણનો સમાવેશ થાય છે. ફિઝિકલ રિટેલ એક્સપાન્શન ઉપરાંત, આ ભાગીદારી વ્યવસાય માટે મજબૂત ટેકનોલોજીની કરોડરજ્જુ તૈયાર કરવા, ફાયજિટલ અને પ્રાયોગિક ઇકોમર્સ ક્ષેત્રે વિકાસ સાધવા માટે પણ કામ કરશે.

આ અંગે બોલતાં મનિષ મલ્હોત્રાએ જણાવ્યું કે, દિલ્હી અને હૈદરાબાદના સૌથી મોટા લક્ઝરી કોઉચર સ્ટોર્સમાંથી; ભારતના પ્રથમ કોચર વર્ચ્યુઅલ સ્ટોરની શરૂઆત; અને ભારતીય લગ્નોમાં ગ્લેમરને ફરીથી વ્યાખ્યાયિત કરતી વખતે, મેં હંમેશા બ્રાન્ડની સમગ્ર સફરમાં નવા સીમાચિન્હો સિદ્ધ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ સાથે સહયોગ મારા માટે એક સ્વાભાવિક નિર્ણય હતો, કારણ કે તે રિલાયન્સની ચતુર દ્રષ્ટિ અને હસ્તકલા અને સંસ્કૃતિ માટે પરિવારની ઊંડી સમજ બંને પ્રતિપાદિત કરે છે. જ્યારે બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય વિસ્તરણ, બિઝનેસ વૈવિધ્યતા અને નવી સર્જનાત્મક વૃદ્ધિ માટેના લક્ષ્યાંકો ધરાવે છે ત્યારે આ પ્રવાસમાં અમારી સાથે આવવા માટે રિલાયન્સથી વધુ સારો વ્યૂહાત્મક ભાગીદાર હોઇ શકે નહીં.”

એક કોચર હાઉસથી એક વિશાળ સંસ્થાન સુધીની સફર પૂર્ણ કરનારી આ બ્રાન્ડનું નેતૃત્વ મનિષ મલ્હોત્રા જ કરશે, જેઓ બ્રાન્ડના મેનેજિંગ અને ક્રિયેટિવ ડિરેક્ટર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.