Western Times News

Gujarati News

છ વર્ષથી વધુ સજાના ગુનામાં ફોરેન્સિક ટીમની તપાસ ફરજીયાત

ધારબાંદોડા, કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે કહયું હતું કે, દેશમાં ૬ વર્ષથી વધુ સજાની જાેગવાઈવાળા ગુનાનાં સ્થળે ફોરેન્સિક તપાસ ફરજીયાત બનાવાવમાં આવશે. ગુનાનાં આવા સ્થળે ફોરેન્સીક નિષ્ણાંતોની તપાસ ટીમની મુલાકાત અનિવાર્ય બનાવાશે.

દેશમાં ફોરેન્સીક સાયન્સનાં ક્ષેત્રમાં તાલીમ પામેલા લોકોની અછત છે આને કારણે ગુનેગારે ગુનો કર્યો છે. કે કેમ તે સાબિત કરવાનું મુશ્કેલ બને છે. જેને પરીણામે કેસનો ભરાવો થતો હોય છે.

શાહે દક્ષીણ ગોવાનાં ધારબાંદોડા ગામમાં રાષ્ટ્રીય ફોરેન્સીક સાયન્સ યુનિર્વસિટી એનએફએસયુનાં ત્રીજા કેમ્પસની આધારશીલા મુકી હતી. તેમણે કહયું હતું કે રીઢા ગુનેગારોમાં એવી ડર પેદા કરવામાં આવશે કે તેઓ ગુનાને કારણે જેલનાં સળીયા પાછળ હોય. આ માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે. આ માટે ફોરેન્સીક સાયન્સમાં તાલીમ પામેલા લોકોની સંખ્યા વધારવામાં આવશે.

શાહે કહયું કે દેશનાં તમામ ૬૦૦ જીલ્લાઓમાં ફોરેન્સીક ટીમની રચના કરાશે. તમામ સ્તરે નાની ફોરેન્સીક વિજ્ઞાન પ્રયોગશાળા બનાવાવમાં આવશે અને દરેક પોલીસ વડા પાસે એક મોબાઈલ ફોરેન્સીક વાહન હોય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ પ્રકારનું બુનિયાદી માળખું ઘડવા માટે આપણે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકોની જરૂર પડશે.

શાહે કહયું કે વિશ્વમાં સૌથી પહેલા રાષ્ટ્રીય સ્તરે ફોરેન્સીક વિજ્ઞાન યુનિર્વસિટીની પરીકલ્પના નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કરી હતી. તે વખતે હું ગુજરાતનો ગૃહપ્રધાન હતો અને આજે એનએફએસયુની આધારશીલા વખતે હું કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન છું તેનો મને ગર્વ છે.

તેમણે ગોવાનાં લોકોને પોતાનાં બાળકોને ફોરેન્સીક સાયન્સનો અભ્યાસ કરાવવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.