Western Times News

Gujarati News

સુરતના ટેક્સટાઈલ યુનિટો પાસેથી ૪૪ કરોડ રિકવર કરાયા

સુરતના હીરા વેપારીઓની ૨૭૯ કરોડની બોગસ આઈટીસી પકડાઈ

અમદાવાદ, સેન્ટ્રલ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સના ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ટેક્સટાઈલ યુનિટ દ્વારા કોલસા અને બીજી વસ્તુ ઉપર મળતા વળતરને ખોટી રીતે લીધું હોવાનું શોધી લેવામાં આવ્યું હતું. સુરતના ટેક્સટાઈલ યુનિટ પાસેથી ખોટી રીતે લીધેલા વળતરપેટે રૂ.૪૪ કરોડની રિકવરી કરવામાં આવી છે.

જ્યારે મુંબઈ અને સુરતના ડાયમંડના વેપારીઓ દ્વારા આવી રીત રૂ.૨૭૯ કરોડનં વળતર લીધું હોવાનું પકડાયું છે. આમ બોગસ આઈટીસી બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી રીતે વળતર લેતા વેપારીને શોધી તેમની પાસેથી રિકવરી કરાઈ છે.

તાજેતરમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે બોગસ આઈટીસી સિવાયના ઈન્ટરપ્રિટેશન એટલે કે વળતર સ્વરૂપે મળતા કેટલાક લાભને સુરતના ટેક્સટાઈલ યુનિટ દ્વારા ખોટી રીતે લેવામાં આવ્યા હતા. આ વેપારીઓ પાસેથી રૂ.૪૪ કરોડની વળતર સેસ ખોટી રીતે લેવાઈ હતી.

જેને શોધીને તેની રિકવરી કરાઈ છે. ટેક્સટાઈલ યુનિટને કોલસા અને બીજી વસ્તુઓ ઉપર મળતા વળતર સેસની આઈટીસી મળવાપાત્ર નથી તેમ છતાં પણ ટેક્સટાઈલ યુનિટ દ્વારા મોટાપાયે આની ક્રેડિટ લેવામાં આવી છે. જેને લઇને ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કરદાતાને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.