Western Times News

Gujarati News

ગીર સોમનાથમાં ૧૧ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ સમારોહ યોજાયો

ટ્રસ્ટ દ્વારા ચંદન વન, બિલ્વ વન, આંબાવાડી, નાળીયેર, સહિત વૃક્ષો વાવવામાં આવ્યા છે

સોમનાથ, શ્રી સોમનાથ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલ્પ સમારોહ કાર્યક્રમ ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી તથા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા વિકાસ અધિકારી,

નગરપાલિકાઓના પ્રમુખો, તાલુકા પ્રમુખો, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફીસરો, તાલુકા વિકાસ અધિકારીઓ, રેવન્યુ તથા પંચાયતના અધિકારીઓ, વનવિભાગના નિવૃત્ત અધિકારીઓ, આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ સુરેશભાઈ જાની તથા કીરીટભાઈ ભિમાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર ગોહેલએ જણાવેલ કે સોમનાથ ટ્રસ્ટ સદૈવ આ વિસ્તાર માટે કાર્ય કરી રહેલ છે, વૃક્ષો વાવવા કરતા પણ તેને ઉછેરવા એ મહત્વનું, ઓક્ટોબર-જૂન-ફેબ્રુઆરી સહિતના માસમાં વૃક્ષ ઉછેર વધુ સારી રીતે થઇ શકે વહીવટી તંત્ર તથા આ કાર્યમાં પુરતો સહયોગ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ખતાલેએ જણાવેલ કે સોમનાથ ટ્રસ્ટે ગીર સોમનાથ જીલ્લાના કુપોષીત બાળકોને સુપોષીત કરવા માટે મહત્ત્વની કામગીરી કરેલી છે, જેમના થકી ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમાંકે છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન એ જણાવેલ કે કોરોના મહામારી અને તોકતે વાવાઝોડા બાદ લોકોને વૃક્ષોની મહત્વતા વધુ સમજાઈ છે. ઓક્સિજનની અછત દૂર કરવા વૃક્ષારોપણ ખુબ જરૂરી છે.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ પીયુષભાઈ ફોફંડીએ જણાવેલ કે, પાલિકા મારો વોર્ડ મારૂ વૃક્ષ યોજના અંતર્ગત વોર્ડ કોર્પાેરેટરને વાલી બનાવી વોર્ડવાઈઝ આ કાર્ય કરવાના છે, તોક્તે એ ગીરમાં જેટલા વૃક્ષો તોકતે વાવાઝોડામાં નુકસાન પામેલ તેની જગ્યાએ નુતન વૃક્ષો વાવી શકાય તે દિશામાં પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી સાહેબે જણાવેલ કે ટ્રસ્ટ દ્વારા ચંદન વન, બિલ્વ વન, આંબાવાડી, નાળીયેર, સહિત વૃક્ષો વાવેલ છે. જાે વૃક્ષારોપણ સાથે આ દિશામાં મહત્ત્વનું અને મોટુ કાર્ય કરવું પડે, ૧૧ લાખ વૃક્ષો મીયાવાકી પદ્ધતિ સહિતની નેચરલ પ્લાન્ટેશન પદ્ધતિઓ સહિતની પદ્ધતીથી આ દિશામાં કાર્ય કરવાના છે.

હરીહર વન સહિતના સ્થળો નર્સરી જેવી પદ્ધતિથી વૃક્ષો ઉછેરવામાં આવશે, ખેડૂતો જાે ફળાઉવૃક્ષો માટે તૈયાર થશે તો ટ્રસ્ટ આ વૃક્ષો ખરીદી અને ખેડૂત પરિવાર આત્મનિર્ભર બને તે દિશામાં પણ કાર્ય કરીશું. માર્ચ-૨૦૨૨ પહેલા આ કાર્ય પુર્ણ થાય તે આ કાર્યનો સંકલ્પ છે.

આ કાર્યક્રમનું સંચાલન મેનેજર વિજયસિંહ ચાવડાએ કર્યું હતું, અને આભાર દર્શન એક્ઝીક્યુટીવ ઓફિસરએ કરેલ આ કાર્યક્રમમાં જાેડાવા ગીર સોમનાથ જીલ્લાના નાગરીકોને શ્રી સોમનાથ ટ્રસ્ટની હાર્દિક અપીલ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા અને વૃક્ષ સંરક્ષણનો પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતાએ સંકલ્પ લેવડાવેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.