નટુ કાકા જે ચેયર પર બેસતા હતા, તેના પર તેમની તસવીર મૂકાઇ છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Natukaka-2.jpg)
મુંબઇ, ટીવીની દુનિયાનો કોમેડી શો તારક મહેતા… છેલ્લા ૧૩ વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે.હવે આ ફેવરિટ શો તારક મહેતા…૫ નહી પરંતુ ૬ દિવસ આવશે. હવે આ શો સોમવારથી શનિવાર સુધી ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચેનલ સોની સબે સ્પેશ્યલ મહાસંગમ શનિવારનું અનાઉન્સમેન્ટ સાથે શોને સપ્તાહમાં ૬ દિવસ ટેલિકાસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે શોએ ૩૨૦૦ એપિસોડ પૂરા કર્યા છે. આ શો છેલ્લા ૧૩ વર્ષથી સતત લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. શોમાં ગોકુલધામ સોસાયટી બતાવી છે અને જ્યાં બધા જ પાડોશીઓ પરિવારની જેમ રહે છે. સોસાયટીમાં કોઇને પણ કંઇ સમસ્યા આવે છે તો બધા જ લોકો સાથે સામનો કરે છે.
નટુ કાકાએ ૩ ઓક્ટોબરે કેન્સરની બીમારી બાદ આ દુનિયાને છોડી દીધી. તેઓ ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકાનો રોલ પ્લે કરી ઘર ઘરમાં પ્રખ્યાત થયા હતા.આ ટીવી શોમાં ઘનશ્યામ નાયકને જેઠાલાલના ગડા ઇલેક્ટ્રોનિક્સના મેનેજર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે રિયલ લાઈફમાં પણ એક ગડા ઇલેટ્રોનિક્સ છે, જેની દુકાન મુંબઇના ખારમાં આવેલી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ દુકાનના માલિક શેખર ગડિયાર છે. પહેલા આ દુકાનનું નામ અલગ હતું, જેને તેમણે શોની શૂટિંગ બાદ બદલીને ગડા ઇલેક્ટ્રોનિક્સ કરી દીધુ હતું. આ દુકાનથી નટુ કાકાની કેટલીક યાદો જાેડાયેલી છે. તે અહીં બાઘાની સાથે મળીને લોકોને ખૂબ જ હસાવતા હતા. હવે આ દુકાનને શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ દુકાનના અસલી માલિકે નટુ કાકાના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ઘનશ્યામ નાયક એટલે કે નટુ કાકા જે ચેયર પર બેસતા હતા, તેના પર તેમની એક તસવીર મૂકી છે.HS