Western Times News

Gujarati News

ક્રૂઝ પાર્ટીઃ જાણી જોઈને સેલેબ્સને નિશાન બનાવાય છેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો ડ્રગ્સ કેસ સમાચારમાં છવાયેલો છે. હાલ આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે.

આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવારે દશેરાના ઉત્સવ પર સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કોઈનું નામ લીધા વગર ઈશારામાં આર્યન ખાન ડ્રગ્સ કેસ પર પણ વાત કહી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રને ડ્રગ્સના નામ પર બદનામ કરવામાં આવી રહ્યું છે. તેમણે એનસીબી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જાણીજાેઈને સેલિબ્રિટીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ગયા દશેરા પર મેં કહ્યું હતું કે, લોકો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ચરસ અને ગાંજાે સૌથી વધારે વેચાઈ રહ્યો છે. હજી પણ તેવી જ છબી બનાવવામાં આવી રહી છે.

આવું કેમ કરી રહ્યા છો? આ માત્ર મહારાષ્ટ્રમાં જ થઈ રહ્યું છે? મુંદ્રાના અદાણી પોર્ટમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ક્યાંથી આવે છે? મહારાષ્ટ્ર પોલીસે દોઢ સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે.

મહારાષ્ટ્ર પોલીસે જે ડ્રગ્સ પકડ્યું તેના પર ચર્ચા નથી થતી. કોઈ એક સેલિબ્રિટીને પકડવો અને તેના પર કાર્યવાહી કરવાની વાત કરીને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ચર્ચા તો એટલી છે કે જામીન મળશે કે નહીં?. આગળ તેમણે કહ્યું હતું કે ‘યુવા શક્તિ અમારી પાસે સૌથી વધારે છે.

પરંતુ યુવા શક્તિને કામ ન આપીને તને તેને ખતરનાક બનાવી રહ્યા છો. ગુનો કરવા પર તને કોઈને માફ ન કરો. તેઓ કહે છે કે, માત્ર યુવાનો ડ્રગ્સ લે છે. તેઓ આવું કેમ કરી રહ્યા છે, તે પણ જુઓ. હું માત્ર કોઈ એક બાળકની વાત નથી કરી રહ્યો.

જાે તમે યુવાનોને કામ નહીં આપો તો તેઓ શું કરશે. તમને માત્ર સત્તા જાેઈએ છે પરંતુ યુવાનોને કામ જાેઈએ છે. અમે કોરાના કાળમાં મહારાષ્ટ્રમાં ઉદ્યોગ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે આ રાજ્યને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે તે, થોડા દિવસ પહેલા એનસીબીના ડિરેક્ટર સમીર વાનખેડેએ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે તેમના પર નજર રાખવામાં આવી રહી છે. સમીર વાનખેડેએ ફરિયાદમાં કહ્યું હતું કે, સિવિલ કપડામાં કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે.

તેમણે સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુંબઈ એનસીબીની ટીમના અન્ય અધિકારીઓને પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જે બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.