Western Times News

Gujarati News

હવે સરકારી નોકરી કરતા પતિ પત્ની એક જિલ્લા અને સ્થળ ઉપર કામ કરી શકશે

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણય લેવા આવ્યા છે.  હવે સરકારી નોકરી કરતા પતિ-પત્નીને રાહત આપતા સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી હવે સરકારી નોકરી કરતા પતિ પત્ની એક જિલ્લા અને સ્થળ ઉપર કામ કરી શકશે.

ગુજરાત સરકાર વતી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મ ઓ હવે એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.

સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પ્રમાણે નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારી ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની ફરજ બજાવી હશે તો પતિ-પત્ની એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.

તેને લઈને સરકારે બહાર પાડેલી જોગવાઈનું પાલન થતું હોવું ખૂબ જરૂરી છે. તેમજ અપવાદ રૂપ જો પતિ પત્ની એક જ સ્થળે-નજીકના સ્થળે રાખી શકાય તેમ હોય તેવા કિસ્સામાં પુરુષ કર્મચારીએ એક વર્ષથી સેવા બજાવી હોય તો પણ એક વર્ષ બાદ તેમની બદલી-જિલ્લા ફેર બદલી કરી શકાશે. સાથે વિભાગ આ બદલીએ સપૂર્ણ પારદર્શક રીતે કરે તેને લઈને પણ આદેશ પારિત કરવામાં આવ્યા છે.

કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની હવે બદલી થઈ શકશે. લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઑ બદલીને લઈને માંગ કરી રહ્યા હતા ત્યારે દશેરાના દિવસે સરકાર તરફથી મોટી રાહત કરાર આધારિત કર્મચારીઑને આપવામાં આવી છે. હવે ફિક્સ પગાર ધરાવતા આ કર્મચારીઑ પણ બદલીનો લાભ લઇ શકશે.

મહત્વનું છે કે 2015ના પરિપત્ર પ્રમાણે બદલી માટે કોઈ જોગવાઈ ન હતી. જેમાં ફેરબદલ કરી હવે કર્મચારીની પ્રતિનિયુક્તિ આધારે બદલી થઇ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.