પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા

કોલકતા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ૬ મહિવા વીતી ગયા છે. તેમ છતા પણ અહીયા હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર દિનાજપુર જિલ્લામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે,. જાેકે આ હત્યાને અંજામ કોણે આપ્યો તે હજું સામે નથી આવ્યું હત્યારાઓ હત્યાને અંજામ આપીને ત્યાથી ફરાર થઈ ગયા હતા.
જાેકે આ સમગ્ર મામલે ભાજપ ધ્વારા તૃણમૂલ કોંગ્રેસ પર સીધા આરોપો કરવામાં આવ્યા છે. ભાજપનું કહેવું છે કે ટીએમસીના અસામાજિક તત્વોએ આ હત્યાને અંજામ આપ્યો છે. તો બીજી તરફ મમતા બેનર્જીની પાર્ટી દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા છે.
શુભેંદુ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે ભાજપ યુવા મોર્ચાના નેતા મિથુન ઘોષની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે કામ ટીએમસી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘટનાને અંજામ પણ ગઈકાલે રાતે ૧૧ વાગ્યે આપવામાં આવ્યો છે. જ્યારે મિથુન ઘોષ રાતે તેમના ઘરની બહાર ઉભા હતા. તે સમયે બાઈક પર અમુક શખ્સો આવ્યો અને તેમને ગોળી મારી હતી.
ઉલ્લેખનીય છે કે આ હુમલામાં ભાજપ નેતાનું ઘટના સ્થળેજ મોત થયું હતું. જ્યારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અગાઉ પણ તેમને ફોન પર ધમકીઓ મળતી હતી. જેને લઈને તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી જાેકે પોલીસે કોઈ એકશન નહોતું લીધું.HS