Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૭.૩૯ ટકા,નવા ૧૭૧૫ કેસ

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ હેઠળ છે. કોરોનાના દરદી અને મૃતકોની સંખ્યા ઘટી ગઈ છે. કોરોનાની મહામારી માર્ચ ૨૦૨૦થી શરૂ થઈ ત્યારથી આજ સુધી વીતેલા પોણા બે વર્ષમાં પ્રથમ વખતે મુંબઈમાં કોરોનાનો એક પણ દરદીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણ પણ વધીને ૯૭.૩૯ ટકા થયું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૭૧૫ કેસ નોંધાયા છે અને ૨૯ દરદીના મોત થયા છે.

જ્યારે કોરોનાના ૨૬૮૦ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા સુધ્ધા આપવામાં આવી છે અને આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના ૨૮,૬૩૧ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૫,૯૧,૬૯૭ થઈ છે. મરણાંકની સંખ્યા ૧,૩૯,૭૮૯ થઈ છે. જ્યારે કોરોનાના ૬૪,૧૯,૬૭૮ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૭.૩૯ ટકા થયું છે.

રાજ્યમાં અત્યારે ૨,૨૦,૪૭૪ લોકો હોમ ક્વોરન્ટાઈન થયા છે અને ૯૬૫ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.મુંબઈમાં કોરોનાના નવા ૩૬૭ કેસ નોંધાયા છે. એક પણ દરદીનું મોત નોંધાયું નથી. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૫૦૮૦૮ થઈ છે. જ્યારે મરણાંકની સંખ્યા ૧૬૧૮૦ છે.શહેરમાં કોરોનાના ૫૧૮ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા.

પરિણામે અત્યાર સુધી કોરોનાના ૭૨૭૦૮૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે.જ્યારે કોરોનાના ૫૦૩૦ દરદી સક્રીય છે. તેઓ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. શહેરમાં ઝૂંપડપટ્ટી અન ેચાલીઓ કોરોનાથી મુક્તછે. પણ કોરોનાના દરદી પાંચથી વધુ હોવાથી ૫૦ મકાનો સીલ મારેલા છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈગરા માટે સારા સમાચાર છે કે મુંબઈ મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગે કરેલા અથાગ પ્રયાસથી મુંબઈમાં કોરોનાથી બીજી લહેર લગભગ સમી જવાના આરે છે.

પણ ૨૬ માર્ચ ૨૦૨૦ પછી પ્રથમ વખત એટલે કે પોણા બે વર્ષ બાદ મુંબઈમાં કોરોનાના એક પણ દરદીનું મૃત્યુ આજે નોંધાયું નથી. એમ પાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું.પાલિકાના આરોગ્ય વિભાગની પણ તેમણે પ્રશંસા કરી હતી. પરંતુ હજી માસ્ક પહેરવું જરૂરી છે. રસી લીધી ન હોયતો તાબડતોબ રસી લઈને મુંબઈને સુરક્ષિત બનાવો એવી અપીલ કમિશનરે કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.