ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીએ વાચકો માટે હવેથી સોમવારે પણ ખુલ્લી રહેશે

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ) ભરૂચ, આપણાં ભારતવર્ષમાં દીપાવલી આવે એટ્લે બાળકોથી લઈને વયસ્ક સુધીની ઉમર ધરાવતા સૌ કોઈને એક ભેટની અપેક્ષા હોય છે અને આવી કોઈ ભેટ જો એમને મળી જાય તો એમની ખુશી બમણી થઈ જાય છે.ભવ્ય ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી એના વાચકો માટે આવી જ એક અનોખી ભેટ લઈને આવી છે અને એ ભેટ છેકે અઠવાડીયાના સાતે સાત દિવસ લાયબેરી ખુલ્લી રહેશે.
આ પુસ્તકાલય દર સોમવારે બંધ રહેતું હતું.જે હવેથી સોમવારે પણ ખુલ્લુ રહેશે. ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માટે પુસ્તકાલયના સંચાલકો તરફ થી આ અનોખી ભેટ છે.
આ લાયબેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અઠવાડિયામાં એક દિવસની રજા આવવાથી અમારી તૈયારીનો લય તૂટી જાય છે આથી રાજા પછીના દિવસે અમને નવેસરથી તૈયાર થવું પડે છે.
આથી તેઓ સૌ મળીને ગ્રંથપાલને આ વાત જણાવી અને તેઓએ આ વાત પુસ્તકાલયના ટ્રસ્ટીની સમક્ષ રજૂ કરી અને વિધાર્થીઓ વતી ગ્રંથપાલે કરેલી વિનંતીને માન્ય રાખી લાયબ્રેરી અઠવાડીયાના સાતે સાત દિવસ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની આધિકારિક જાહેરાત થતાં સૌની ખુશી બમણી થઈ ગઈ છે.
કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીએ હમેશા તેના વાચકોના હિતને પ્રાધાન્ય આપી તેઓની જ્ઞાન તરસને છિપાવવામાં હમેશા પહેલ કરી છે. અને તેથી જ વિધાર્થીઓને અનુકૂળ થઈ પડે એવા વાતાનુકૂલિત વાંચન ખંડ તૈયાર કરવામાં આવ્યો છે.
જેમાં Free Wi-fiની સવલત પૂરી પાડવામાં આવી છે.આટલું જ નહીં પરંતુ વિવિધ સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓ માટેના જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે જેથી તેઓ જે તે પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે.
આપને જાણ કે આ ગ્રંથાલયમાં આવી અભ્યાસ કરનારા ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારની સેવામાં સારા પદ ધારવતા થયા છે અને તેઓ આ માટે તેઓને ખરા સમયે મદદે આવેલ ગ્રંથાલયના ટ્રસ્ટીઓનો આભાર માને છે.એમાના ઘણા વિદ્યાર્થીઓ તો એટ્લે સુધી કહે છે કે જો આ ગ્રંથાલય દ્વારા અમને વાંચનની સુવિધા પૂરી પાડવામાં ન આવી હોત તો અમને આ ઉચ્ચ પદ ધરાવતી પરીક્ષામાં ઉત્તીર્ણ થવું કઠિન થઈ જાત.
કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના સંચળકોનું એક સપનું એ પણ છે કે આ પુસ્તકાલયમાં વાંચવા આવનાર દરેક વિદ્યાર્થીઓની કારકિર્દીને ઘડવામાં સફળ થાય અને એમના માતા પિતાનું,સમાજનું,શહેરનું અને દેશનું ગૌરવ વધારે અને એમનું એ ગૌરવ જ પુસ્તકાલયનું ગૌરવ ગણાશે આથી સૌને દીપાવલીની શુભકામના સાથે અનોખીભેટ આપતા ખુશીની લાગણી અનૂભવે છે.