જયપુરમાં ચાંદીના કડા લૂંટવા મહિલાનો પગ કાપી નાખ્યો
જયપુર, જયપુર નજીક એક ૫૫ વર્ષીય મહિલાના પગમાંથી કડાની લૂંટ કરવા માટે બદમાશોએ તેની હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ તે મહિલાના પગ કાપી કડા લઈ લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના પાછળ કુખ્યાત મોંગ્યા ગેંગનો હાથ હોય તેવું જાણવા મળી રહ્યું છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફરી એકવાર લૂંટ અને હત્યાની દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલો જયપુરથી ૪૦ કિ.મી. દૂર જમવારામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ખેતાપુરા ગામમાં એક પરિણીત મહિલાની દિવસે હત્યા કરવામાં આવી હતી.
હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. લૂંટારુઓએ કુહાડી વડે પરિણીત મહિલા ગીતા દેવીના બન્ને પગ કાપી નાખ્યા હતા અને ચાંદીના કડા લઈ લીધા. લૂંટારૂઓએ પહેલા મહિલાને કુહાડી વડે માથામાં ઘા કર્યો.બાદમાં બન્ને પગ કાપી નાખવામાં આવ્યા હતા અને પગમાં પહેરેલ ચાંદીની વીટીઓ લૂંટી લીધી હતી. રાજસ્થાનના ટોક જીલ્લાના ર્નિજન વિસ્તારોમાં મોંગ્યા નામની વિચરતી જાતિ રહે છે.
આ વિચરતી જાતિ હત્યા કરીને લૂંટ ચલાવવા માટે પ્રખ્યાત છે. આ અંગેના લૂંટારાઓ ભાગ્યે જ પોલીસના હાથે ઝડપાય છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં મોંગ્યા જાતિના પાંચ લૂંટારૂઓ જયપુર પોલીસની કસ્ટડીમાં આવ્યા હતા.HS