Western Times News

Gujarati News

સોરી, રોંગ નંબર! અને વેપારી હની ટ્રેપમાં ફસાયા

Files Photo

અમદાવાદ, હુસ્નની જાળમાં ફસાવીને રાતોરાત લખપતિ બનવા માટે હની ટ્રેપનો ખેલ ખેલતી એક ગેંગનો પર્દાફાશ વેપારીએ કરતાં શહેરમાં ફરી હની ટ્રેપનું ભૂત ધુણ્યું છે. રોંગ નંબરથી શરૂ થયેલી યુવતીની કહાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પૂરી થઈ છે

અને ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસે ગણતરીના દિવસોમાં હની ટ્રેપના ગંદા ખેલનો ભેદ ઉકેલી દઈ માસ્ટરમાઈન્ડ સહિત છ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દિવાળી નજીક હોવાથી દરેક ધંધામાં હાલ તેજી દેખાઈ રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં ઓઢવ વિસ્તારમાં કપડાંનો ધંધોકરતા આધેડને એક યુવતીએ ફોન કર્યો હતો. યુવતીએ જીજાજી કહીને વાત શરૂ કરતાં આધેડે રોંગ નંબર લાગ્યો હોવાનુંક હીને ફોન કાપી નાખ્યો હતો.

બીજા દિવસે યુવતીએ ફરી અધેડને ફોન કર્યો હતો અને તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું જ્યાં તેણે પોતાની ઓળખ શ્રુતિ પટેલની આપી હતી અને ધંધો શું કરો છો ? તેમ પૂછ્યું હતું. આધેડે કપડાંનો ધંધો કરતા હોવાનું કહેતાં શ્રુતિએ પણ તે સુરતમાં કપડાંનો ધંધો કરેછે તેમ કહ્યું હતું.

શ્રુતિએ કપડાના ધંધા માટે આધેડ સાથે વાતચીત શરૂ કરી હતી અને તે અમદાવાદ ધંધા માટે આવશે તેમ કહ્યું હતું. આધેડે તેને પોતાનું એડ્રેસ આપતાં શ્રુતિ તેમની દુકાન પર આવી હતી અને તેમની સાથે વેપાર અંગેની વાતચીત કરી હતી. શ્રુતિએ આધેડ સાથે વોટ્‌સએપ પર વાતચીત શરૂ કરી હતી અને પોતાના હુસ્નની જાળમાં ફસાવવાનું શરૂ કર્યુ હતું. શ્રુતિએ બિછાવેલી જાળમાં આધેડ ફસાઈ ગયા હતા. ત્યારબાદ અસલી ખેલ શરૂ થયો હતો.

શ્રુતિએ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ધી પ્રહ્લાદ રેસિડેન્સીમાં રહેતી નેની બહેનપણીના ઘરે આધેડને મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં તે પહોંચી ગયા હતા. શ્રુતિએ ઘરનો દરવાજાે બંધ કરી દીધા બાદ તેની બહેનપણી અને તેનો પતિ આવી ગયાં હતા. જ્યાં તેણે શ્રુતિને કહ્યું હતું કે તું આ ધંધા કરવા માટે આવે છે

અને આધેડને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. બહેનપણીના પતિને શ્રુતિના પતિ ચિંતન પટેલને ફોન કરીને બોલાવી લીધો હતો, જેથી તે ગણતરીની મિનિટોમાં ફલેટમાં આવી પહોંચ્યો હતો. ચિંતને ઘરનો દરવાજાે બંધ કરીને આધેડને માર માર્યો હતો. જ્યારે ફોન પણ તોડી નાખ્યો હતો. આધેડને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આચપીને ચિંતને તેના ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા મિત્રને બોલાવી લીધો હતો. ક્રાઈમ બ્રાંચનો બોગસ કર્મચારી મસીહા બનવા આવ્યો

ક્રાઈમ બ્રાંચનો કર્મચારી બનીને એક યુવક આવ્યો હતો, જેણે કેસ થશે તો જિંદગી બરબાદ થઈ જશે તેમ બ્લેકમેલ કરીને દસ લાખ રૂપિયામાં પતાવટ કરવાની વાત કરી હતી, જાે કે આધેડે ચાર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેમાં પોલીસ કર્મચારી અને બહેનપણીનો પતિ રૂપિયા લેવા માટે આધેડને કારમાં બેસાડીને લઈ ગયા હતા,

જ્યાં આધેડે પોતાના દીકરાને સમગ્ર હકીકત કહેતાં પોલીસ ફરિયાદ થઈ હતી. એક્સિડન્ટમાં મરી ગયો છે તેને ચાર લાખ રૂપિયા આપવાના છે

ક્રાઈમ બ્રાંચનો પોલીસ કર્મચારી અને બીજાે યુવક જ્યારે કારમાં બેસાડીને આધેડ પાસે રૂપિયા લેવા જતાં હતા ત્યારે બન્ને જણાએ પોતપોતાના નામ નરેશ અને અરવિંદ બતાવ્યા હતા, જ્યાં તેમણે આધેડને કહ્યું હતું કે તમારો દીકરો ચાર લાખ રૂપિયાનું પૂછે તો જણાવજાે કે અકસ્માત થયો છે,

જેમાં એક યુવકનું મોત થયું છે એટલે કેસ ન કરવાના ચાર લાખ રૂપિયા આપવાના છે.શ્રુતિના પતિએ એસિડ પીવાનું નાટક કર્યુ હતું શ્રુતિના પતિ ચિંતને બોગસ પોલીસ કર્મચારીની હાજરીમાં દસ લાખ રૂપિયા માંગ્યા હતા, જેમાં આધેડે પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી, જાે કે તે નહીં માનતા અંતે ચિંતને એેસિડ પીને આપઘાત કરવા માટેનો સ્ટંટ કર્યો હતો, જે સ્ટંટ બાદ મામલો ચાર લાખ રૂપિયામાં પત્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.