સિદ્ધપુર તાલુકાના રાજપુર, સેદ્રાણા તથા વાધણા ગામની પ્રાથમિક શાળામાં એનેમિયા નિદાન કેમ્પનું આયોજન
(માહિતી બ્યુરો) પાટણ, સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સમતોલ અને પોષણક્ષમ આહાર થકી કિશોરીઓ તથા બાળકોમાં રહેલા કુપોષણ નિવારવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. પોષણ માસ અંતર્ગત સિદ્ધપુર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સિદ્ધપુર તાલુકાના રાજપુર મુકામે આવેલ કન્યાશાળામાં એનેમિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડા.આર.ડી.નાયક, ઇમ્જીદ્ભ ટીમ અને સિદ્ધપુર અર્બન હેલ્થ ઓફીસ ના સ્ટાફ દ્વારા કન્યાશાળામાં અભ્યાસ કરતી ૨૨૬ જેટલી કિશોરીઓના એચ.બી. તપાસણી કરવામાં આવી હતી. સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સેદ્રાણા પ્રાથમિક શાળાની ૧૮ અને વાધણા ગામની પ્રાથમિક શાળાના ૧૨૬ બાળકોની તપાસણી કરવામાં આવી હતી. જે પૈકી ઓછું એચ.બી. ધરાવતી કિશોરીઓને આઇ.એફ.એ. ટેબ્લેટ ( લોહતત્વની ગોળીઓ) આપવામાં આવી હતી. સાથે સાથે તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડા.આર.ડી.નાયક દ્વારા પર્સનલ હાઇજીન, સેનેટરી પેડના ઉપયોગ તથા કુપોષણ અટકાવવા માટે સમતોલ અને પોષણક્ષમ આહાર વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.