મોદીની ‘મન કી બાત’ સામે કોંગ્રેસ મંદી કી બાત કરશે
અમદાવાદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ સામે કોંગ્રેસ ‘મંદી કી બાત’ ની અમદાવાદથી શરૂઆત કરવાની છે. ગુજરાતમાંથી શરૂ કરેલી ‘મન કી બાત’ને કોંગ્રેસ સમગ્ર દેશમાં યોજશે. ભાજપ અને કોંગ્રેસ મન કી બાત અને મંદી કી બાતને રાજકારણનો રંગ આપી રહ્યો છે.
ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ દેશભરમાં ‘મંદી કી બાત’ કરશે. ‘મંદી કી બાત’ ગુજરાતથી શરૂઆત બાદ સમગ્ર દેશમાં યોજાશે. ગુજરાત બાદ અન્ય રાજ્યમાં કોંગ્રેસ મંદી કી બાત યોજશે. ભાજપ કોંગ્રેસ મન કી બાત અને મંદી કી બાતને રાજકારણનો રંગ આપી રહ્યુ છે. મંદી કી બાત કાર્યક્રમમાં પ્રોફેશનલ્સ સાથે મંદી અંગે ચર્ચા કરવામાં આવશે.
દેશમાં ચાલી રહેલી મોંઘવારીને પણ મંદી સાથે સાંકળી લેવામાં આવશે સાથે સાથે ગુજરાતના અર્થતંત્રની કથળી રહેલી હાલત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેટલા પણ પ્રોફેશનલ્સ લોકો છે તેમને કાર્યક્રમમાં આમંત્રીત કરીને ‘મંદી કી બાત’ યોજાશે.
કોંગ્રેસ ગુજરાતથી જ ‘મંદી કી બાત’ની શરૂઆત કરી રહી છે અહીંથી શરૂ કરવા પાછળનું કારણ કોંગ્રેસ કંઈક એવું છે કે, ભારતમાં જેટલા પણ સત્યાગ્રહો અને ચળવળો થઈ છે તે તમામ ગુજરાતથી શરૂ થઈ છે.
ગાંધીજી પણ અહીંથીજ સ્વરાજ હિંદની શરૂઆત કરી હતી. ભારતને આઝાદી મેળવવા માટેનું કામ પણ અમદાવાદથી જ શરૂ કરવામાં આવ્યું હતુ. આવતીકાલે ગુજરાત સાહિત્ય પરિષદમાં કાર્યક્રમ યોજાશે. જેમાં કોંગ્રેસના તમામ મોટા માથા ભાગ લેવાના છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા ‘મદી કી બાત’ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્રણેય નેતાઓ એક સાથે મળીને ‘મંદી કી બાત’ કરશે.