પેટ્રોલના ભાવમાં વધારા વચ્ચે કાર પર મળતા ડિસ્કાઉન્ટમાં ઘટાડો
ચેન્નાઈ, દિવાળી કે તહેવારના સમયે મોટી ખરીદી કરતી વખતે ડિસ્કાઉન્ટ કેટલું મળે છે તેનો ગ્રાહકો દ્વારા વિચાર કરવામાં આવતો હોય છે. જાેકે, આ વર્ષે કાર ખરીદવાનું વિચારનારા લોકોને જૂના ડિસ્કાઉન્ટ વિશે જાણીને ઝાટકો લાગી શકે છે.
આ વર્ષે ૮૮ કારના મોડલમાંથી ૨૮ એવા છે કે જેના પર કોઈ પણ જાતનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું નથી. જ્યારે વર્ષ ૨૦૨૧માં ૧૦૨ મોડલ સામે ૨૧ મોડલ હતા અને ૨૦૧૯માં ૧૦૬ની સામે ૨૩ મોડલ હતા.
JATO ડાયનામિક્સના ડેટા પ્રમાણે બે વર્ષ પહેલા SUV કાર પર જે ડિસ્કાઉન્ટ મળતું હતું તેમાં ૫૦% કરતા વધુનો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૯માં SUV કાર પર રૂપિયા ૪૭,૦૦૦નું ડિસ્કાઉન્ટ મળતું હતું તે ઘટીને રૂપિયા ૧૫,૦૦૦એ પહોંચી ગયું છે.
સેમિકન્ડક્ટરના લીધે પણ માર્કેટમાં કારની અછત વર્તાઈ છે, માટે ગ્રાહકો પોતાની પસંદની કાર ઝડપથી ખરીદી શકતા નથી. JATOના પ્રમુખ રવિ ભાટિયા જણાવે છે કે, “નવરાત્રી દરમિયાન જે પ્રમાણેની ગણતરી હતી તે રીતે કારનું વેચાણ થયું નથી.
આ સિવાય આર્થિક સ્થિતિ નબળી થવાથી એન્ટ્રી લેવલની કારના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. જ્યારે હાયર સેગમેન્ટમાં કારની ડિમાન્ડ વધુ છે વાહનોની સંખ્યા ઓછી છે. આમ છતાં તેમાં પણ પાછલા વર્ષો જેવું વેચાણ નથી થઈ રહ્યું.
ICRA ગ્રુપના પ્રમુખ અને VP (કોર્પોરેટ રેટિંગ્સ) શમશેર દેવાન જણાવે છે કે, ચીપની અછતના લીધે મીડ સાઈઝ હેચબેક અને કોમ્પેક્ટ SUV જ ચીપની અછતના લીધે ઓછી બની રહી છે. કાર ડિલર્સ જણાવે છે કે, ટુ-વ્હીલર્સની જેમ એન્ટ્રી લેવલની કારની માંગ વધુ છે,
જાેકે તેની કિંમતમાં વધારો થયો છે અને તેની સામે ડિસ્કાઉન્ટમાં મોટો ઘટાડો થયો છે. M&M ડિલર નિકુંજ સંઘી જણાવે છે કે, એન્ટ્રી લેવલની કારની માગમાં ૨૦૧૯ની સરખામણીએ કેટલાક માર્કેટમાં ૩૦%નો ઘટાડો નોંધાયો છે.
નવી કારમાં માર્કેટની જરુરિયાત તથા સરકારના સેફ્ટી નિયમોના આદેશને ધ્યાનમાં રાખીને જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે પણ તેની કિંમતમાં વધારો થયો છે. આ સિવાય લોખંડના ભાવમાં થયેલા વધારાની અસર પણ તેની કિંમત પર પડી રહી છે. આવામાં ડિસ્કાઉન્ટ નીચું જવાના લીધે પણ ગ્રાહકો આકર્ષિત નથી થઈ રહ્યા.SSS