પોલીસની નિષ્ક્રીયતાને કારણે વધતી સ્થાનિક લુખ્ખાગીરી શહેરની મોટી સમસ્યા
ગોદરેજ ગાર્ડન સીટીમાં પા‹કગ મામલે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી : પોલીસ સ્ટેશનમાં બંન્ને પક્ષ વચ્ચે સમાધાન |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં લુખ્ખા ત¥વોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે જેના પરિણામે દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવારા તત્ત્વો દ્વારા શહેરીજનોને પરેશાન કરવા તથા મારામારી કરી ધામધમકીઓ આપવાની ફરીયાદો નોંધાય છે. પોલીસની નિષ્ક્રિયતાને પગલે આવા અસામાજીક તત્ત્વો તેમની વિરૂધ્ધ અવાજ ઉઠાવતા જાગૃત નાગરીકોને બાનમાં લઈ ઢોર માર માર્યાના બનાવો પણ વારંવાર બને છે. ટોળકી બનાવીને જ હુમલા કરતા આવા ત¥વોની વધુ એક ઘટના બહાર આવી છે.
ગોદરેજ ગાર્ડન સીટીમાં ગત રાત્રે ટોળા દ્વારા વાહનોનમાં તોડફોડ કરી આતંકનો માહોલ ઉભો કરાતા રહીશો ફફડી ગયા હતા. જેને પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
સમગ્ર ઘટના મોડી રાત્રે બની હોવાનું બહાર આવ્યુ છે. ગાડી પાર્ક કરવાના મામલે શરૂ થયેલો વિવાદ જાતજાતામાં વકરતા ગુડા તત્ત્વો અને રહીશોને ટોળા સામસામે આવી ગયા હતા. પા‹કગના મામલે અસામાજીક ત¥વો બેફામ બનીને સ્થાનિકોના મોટી સંખ્યામાં પડેલા વાહનોમાં તોડફોડ કરતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. અને લોકોએ વિરોધ કરતા ગુંડા ત¥વોએે તેમને પણ ધમકીઓ આપી હતી.
દરમ્યાનમાં કોઈએ પોલીસને જાણ કરતાં ચાંદખેડા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર બંન્ને પક્ષના લોકોને લઈને પોલીસ સ્ટેશને લવાયા હતા. જ્યાં બંન્ને વચ્ચે આખરે સમાધાન થયુ હતુ. જા કે લુખ્ખી દાદાગીરી અને ધાકધમકીઓના પરિણામે રહીશોનો રોષ શાંત થયો નહતો.અવારનવાર પરેશાન કરતા આવા ત¥વો વિરૂધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે એવી જનતા માંગણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગાર્ડન સીટીમાં બનેલી આ ઘટના જેવા બનાવો રોજેરોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. જેમાં પોતાની ધાક જમાવવા માટે ગુંડાઓ નાની બાબતોમાં હિંસક હથિયારો સાથે આતંક ફેલાવતા હોય છે. અમદાવાદ પોલીસની નિષ્ક્રિયતાને પગલે આવા તત્વોની હિંમત વધતી જ જઈ રહી છે.