Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લાની હોટલોમાં  ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્શો ઝડપાયા

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં અસલી પોલીસના નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્શો જેલની હવા ખાઈ ચુક્યા છે હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્શોએ દમદાટી આપી તોડ કરતા હતા હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્શોને લકઝુરિયસ કાર સાથે ઝડપી પાડી શામળાજી નજીક આવેલી હોટલમાં લાવી પૂછપરછ કરતા ત્રણે શખ્શો બની બેઠેલા ફૂડ એન્ડ ડ્રગ્સના નકલી અધિકારી હોવાની જાણ થતા એક પત્રકાર સહીત અન્ય બે શખ્શોને શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જીલ્લામાં હાઇવે રોડ પર અનેક હોટલો ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે શામળાજી વિસ્તારમાં આવેલી હોટલમાં કહેવાતો પત્રકાર ૧)રામભાઈ અંબાલાલ પ્રજાપતિ (રહે,અમદાવાદ), ૨)મનીષ ઉપાધ્યાય (રહે,ગાંધીનગર) અને બી.આર. નાયર (રહે,ગાંધીનગર) નામના ત્રણે શખ્શો લકઝુરિયસ કારમાં પહોંચી હોટલ માલિકોને કાયદાકીય દમદાટી આપી હોટલ પ્રમાણે ૫ થી ૨૦ હાજર રૂપિયાનો તોડ કરતા અનેક હોટલોને ટાર્ગેટ બનાવતા હોટલ માલિકોમાં ખળભળાટ મચ્યો હતો ત્રણે શખ્શો નકલી હોવાની ગંધ આવતા ત્રણ- ચાર હોટલ માલિકો એકઠા થઈ ત્રણે નકલી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ઝડપી પાડવા વાહનમાં પીછો કરી મોડાસા નજીક ટોલપ્લાઝા પરથી ઝડપી પાડી શામળાજી નજીક એક હોટલમાં લઈ આવી તલાસી લેતા એક શખ્શ પાસેથી પત્રકારનું કાર્ડ સાથે સરકારી અધિકારીઓ ઉપયોગમાં લેતા હોય તેવા સાહિત્ય અને ફોર્મ મળી આવ્યા હતા અને રબર સ્ટેમ્પ પણ મળી આવતા ત્રણે શખ્શોને શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

કહેવાતા પત્રકાર રામભાઈ પ્રજાપતિ સહીત સાથે બંને રહેલા શખ્શોની પોલ ખુલ્લી પડી જતા ત્રણે શખ્શો કાકલુદી કરી છોડી મુકવા આજીજી કરતા જોવા મળ્યા હતા નકલી ફૂડ એન્ડ ડ્રગ્સ ટોળકીનો ભોગ બનેલા ૨૦ થી વધુ હોટલ અને ઢાબાના માલિકો ખેરંચા નજીક આવેલી હોટલમાં પહોંચ્યા હતા અને ત્રણે શખ્શો સામે શખ્ત કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી ઉલ્લેખનીય છ કે અરવલ્લી જીલ્લામાં નકલી પોલીસની જેમ કહેવાતા પત્રકારો લોકોને દમ મારીને તોડ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.