રાહુલને ભલે લાગે, મોદીની જલદી સત્તા નહીં જાય: કિશોર

નવી દિલ્હી, ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોરનુ એક નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યુ છે. પ્રશાંત કિશોરે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, ભાજપ ભારતીય રાજકારણમાં આગામી દાયકાઓ સુધી સત્તા પર રહેશે.
રાહુલ ગાંધી જે સમજે છે તેવુ થવાનુ નથી. તેમને લાગે છે કે, લોકો બહુ જલ્દી નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી દેશે પણ એવુ નથી. મોદીને હરાવવા હોય તો પહેલા તેમની તાકાતનો અંદાજાે લગાવવો જરૂરી છે. મોટાભાગના લોકો તેમની તાકાત સમજવા માટે સમય નથી આપી રહ્યા.
પીએમ મોદીની એવી કઈ બાબતો છે જે તેમને લોકપ્રિય બનાવી રહી છે તે સમજવાની પહેલા જરૂર છે અને જ્યાં સુધી આ સમજ નહીં પડે ત્યાં સુધી પીએમ મોદીને કાઉન્ટર કરવા મુશ્કેલ છે. ગોવામાં ટીએમસી દ્વારા યોજાયેલા એક ચૂંટણી કાર્યક્રમમાં પ્રશાંત કિશોર પહોંચ્યા હતા.
જ્યાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે, લોકો પીએમ મોદીથી નારાજ છે તેવા ભ્રમમાં ફસાવાની જરૂર નથી. કદાચ એવુ બને કે મોદીને લોકો સત્તામાંથી બહાર પણ કરી દે. છતા ભાજપ રાજકારણમાંથી કશે જવાની નથી. આ માટે દાયકાઓ સુધી રાહ જાેવી પડશે.SSS