યુવતીને ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કરવી પડી ભારે, યુવકે બિભત્સ વીડિયો બનાવી
વલસાડ, કોઈ પણ વસ્તુનો અતિરેક ક્યારેક એવો ભારે પડી જાય છે કે આ વળગણનાં હોત તો કોઈ મોટી બલામા ફસાયા ના હોત. આવો જ અનુભવ વલસાડની એક યુવતીને થયો છે.સોશિયલ મીડિયામાં યુવતીને મિત્રો બનાવવાની કૂટેવ હવે તેમને ભારે પડી છે. યુવતીનો અભદ્ર વિડીયો બનાવી તેણીને બ્લેક મેલ કરનાર શખ્સની સાયબર વિભાગે ધરપકડ કરી છે.
આજના યુવાનો કે જેઓ મોબાઈલના ‘એડીક્ટ’ છે.ખાસ કરીને એવી યુવતીઓ જે મજેદાર વિડીયો બનાવી ફોલોઅર્સને મિત્રો બનાવે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડની આવી જ એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા ભારે પડી ગઈ. આ માધ્યમથી તેણીને એક મિત્ર મળ્યો. જેમણે યુવતીનો અભદ્ર વિડીયો બનાવી બ્લેક મેલ કરવાની શરૂઆત કરી હતી. આ હરકતથી ચોંકી ઉઠેલી યુવતીએ તરત જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતા જ પોલીસના સાયબર વિભાગે એમ ડી મસૂદ નામક શખ્સની ઘરપકડ કરી હતી. સમાજમાં વધારે ખાતી મેળવવા અને ફેસબૂક -ઇન્સ્ટાગ્રામ પર મિત્રો વધુ બનાવાની ઘેલછામાં કેવા પરિણામ આવે છે તેનો આ પહેલો કિસ્સો નાં હોવા છતાં યુવતીઓને ઘટનાની ગંભીરતા નથી સમજાતી. હજુ પણ જાે આવું વળગણ હોય તો કંટ્રોલ રાખજાે.નહિ તો આવા મિત્રો ક્યારેક બહુ ભારે પડી શકે છે.Hs