બાળકો ફટાકડા ફોડતા હતા અને અચાનક ભડકો થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Surat-5.jpg)
સુરત, સુરત શહેરમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં કેટલાક બાળકો ગટર પર ફટાકડા ફોડતા હતા. તે દરમિયાન અચાનક જ મોટો ભડાકો થયો. સદનસીબે આ દૂર્ઘટનામા કોઇ જાનહાની નથી થઇ.
આ દૂર્ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. સોસાયટીની આસપાસમાં ખોદકામ ચાલુ હતું તે દરમિયાન ગેસ લીક થયો હતો. તે ગેસ ગટર લાઇનમાં પ્રસરી ગયો હતો. જેના કારણે આ ઘટના બની હતી.
આ વાયરલ થઇ રહેલો વીડિયો સુરતના તુલસી દર્શન સોસાયટીનો છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, બાળકો પોતાની મસ્તીમાં ફટાકડા ફોડી રહ્યા છે. બાળકો ગટરના ઢાંકળ પર ફટાકડા મુકીને તેના બળવાની રાહ જાેતા હોય છે ત્યાં અચાનક જ એક બાળકે બળતું કાગળ કે અન્ય વસ્તુ ગટરમાં નાંખી હતી.
તે સાથે જ આ મસમોટો ધડાકો થયો હતો. જે બાદ બાળકો ગભરાઇને ત્યાંથી ભાગી ગયા હતા. સદનસીબે આસપાસના કોઇને કે બાળકોને આ ધડાકાને કારણે કોઇ જાનહાની થયના સમાચાર સામે આવ્યા નથી. આ વાયરલ વીડિયો થોડા દિવસો પહેલાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનાનો અવાજ એટલો મોટો હતો કે ત્યાં આસપાસના રહીશો પણ તરત જ ભેગા થઇ ગયા હતા. જ્યારે બાળકો ખૂબ જ ડરી ગયા હતા. હાલ આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા, ઉત્તર પ્રદેશના શામલીમાં કૈરાના ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.
તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, પહેલી તારીખે આ વિસ્ફોટ સાંજે ૪.૪૫ વાગ્યાની આસપાસ ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ત્યાં હાજર ચાર લોકો ઉડી ગયા હતા. ત્યાં હાજર ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ ઘટનામાં આખું કારખાનું નાશ પામ્યું હતું.SSS