Western Times News

Gujarati News

વી. સતીશે IOCLના ડાયરેક્ટરનો હોદ્દો સંભાળ્યો

અમદાવાદ, વી સતીશ કુમાર (૫૬)એ ભારતના સૌથી મોટા વ્યાપારી સાહસમાંની એક અને ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટિંગમાં અગ્રણી ભારતીય કંપનીમાંની એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર (માર્કેટિંગ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

ડાયરેક્ટર (માર્કેટિંગ) તરીકેની તેમની પદોન્નતિ અગાઉ કુમાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢના બિઝનેસ હેડ હતા, જે રિટેલ અને સીધા વેચાણ, એલપીજી, લ્યુબ વેચાણ, કામગીરી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્લાનિંગ, એચઆરડી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દેખરેખ રાખતા હતા.

તેમણે એલપીજી કન્ઝ્‌યુમર (ડીબીટીએલ), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને બીએસ-૬ ઇંધણમાં શિફ્ટ જેવી મુખ્ય વ્યવસાયિક પહેલનો અમલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. દેશના વિવિધ પ્રદેશોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગની ત્રણ દાયકાથી વધુની તેમની કુશળતા સાથે તેઓ બોર્ડમાં કાર્ય કરશે.

સતીશ કુમાર વર્તમાનમાં બાંગ્લાદેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત અને માર્કેટિંગ માટે માળખાગત સુવિધાઓ સ્થાપવા માટે રચાયેલી આઇઓસી મિડલ ઇસ્ટ એફઝેડઇ (દુબઈમાં ઇન્ડિયનઓઇલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) અને બેક્સિમ્કો, બાંગ્લાદેશના સંયુક્ત સાહસ બેક્સિમ્કો આઇઓસી પેટ્રોલિયમ એન્ડ એનર્જી લિમિટેડના બોર્ડમાં પણ છે.

અગાઉ ઈન્ડિયન ઓઈલ અને પેટ્રોનાસ, મલેશિયાના સંયુક્ત સાહસ એવા ઇન્ડિયનઓઇલ પેટ્રોનાસ પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આઇપીપીએલએ એલપીજી આયાતનો વિક્રમી જથ્થાની કામગીરીનું સંચાલન કર્યું હતું જેનાથી દેશની એલપીજીની વધતી માંગ મુખ્યત્વે પીએમયુવાયને કારણે ઉભી થયેલી માગને પહોંચી વળવામાં મદદ મળી છે.

કુમારે દેશની વધતી જતી ઊર્જા માગને પહોંચી વળવા માટે ઇન્ડિયનઓઇલની ભૂમિકાના મહત્વ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં ઓપેક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આગામી ૨૫ વર્ષમાં ભારતની તેલની માંગમાં ડીઝલ અને ગેસોલિનનો હિસ્સો ૫૮ ટકા જેટલો રહેશે, જે હાલમાં ૫૧ ટકા છે.

અહેવાલમાં એવો પણ અંદાજ છે કે વધતી અર્થવ્યવસ્થા, ઝડપી શહેરીકરણ અને દેશના લોકોની વધતી મહત્વાકાંક્ષાઓને કારણે ૨૦૪૫ સુધીમાં ભારતની તેલની માંગ બમણી થઈને ૧૧ મિલિયન બેરલ થઈ જશે. ભારતની ઊર્જા તરીકે, ઇન્ડિયનઓઇલ એક વૃદ્ધિ પામતી મહાસત્તાની આકાંક્ષાઓને વેગ આપવા માટે તૈયાર છે.

એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કુમારે સ્લોવેનિયાની જુબ્લજાના યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. માર્કેટિંગ ડિવિઝન વિશેની તેમની ઊંડાણપૂર્વકની જાણકારી અને વ્યાપક સંપર્ક ધરાવતાં, કુમારે અનેક આંતરરાષ્ટ્રીય સેમિનાર અને તાલીમ કાર્યક્રમોમાં કોર્પોરેશનનું સફળ પ્રતિનિધિત્વ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.