Western Times News

Gujarati News

૧૦ વર્ષમાં ડીમેટ ખાતા ૨.૩ કરોડથી વધીને ૧૫ કરોડ થયા

તા. ૪ જૂને શેરબજારમાં રેકોર્ડ સ્થપાશેઃ સાત જન્મમાં પણ નહીં બને કોંગ્રેસની સરકાર ઃ વડાપ્રધાન

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ૪ જૂને મ્ત્નઁ રેકોર્ડ આંકને સ્પર્શતાની સાથે જ શેરબજાર પણ નવા રેકોર્ડ હાઈ પર પહોંચી જશે. આ નિવેદનની સકારાત્મક અસર બજાર પર દેખાઈ રહી છે.

મોદીએ કહ્યું- શેરબજારનો આપણા પર જે વિશ્વાસ છે તે તેના છેલ્લા દાયકાના પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે. જ્યારે અમે કાર્યભાર સંભાળ્યો ત્યારે સેન્સેક્સ ૨૫,૦૦૦ પોઈન્ટની આસપાસ હતો. આજે, તે ૭૫,૦૦૦ ની આસપાસ છે. હાલમાં, અમે પ્રથમ વખત ૫ ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સુધી પહોંચ્યું.

પીએમ મોદીના આ નિવેદનની અસર બજાર પર પણ જોવા મળી રહી છે. સવારે બજાર ફ્‌લેટ ખુલ્યું હતું, પરંતુ હવે તેમાં લગભગ ૭૦૦ પોઈન્ટનો વધારો થયો છે અને તે ૭૫,૦૦૦ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્‌ટીએ પણ દિવસના ટ્રેડિંગમાં ૨૨,૮૫૨નો નવો રેકોર્ડ બનાવ્યો છે. તે ૨૩૨ પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો છે.
છેલ્લા ૧૦ વર્ષ અને ભાજપ સરકારના બે કાર્યકાળ વિશે વાત કરતા તેમણે કહ્યું, ‘જો તમે માત્ર ડીમેટ ખાતાઓની સંખ્યા જુઓ, તો તમે સમજી શકશો કે નાગરિકોએ ભારતીય અર્થતંત્રમાં કેવી રીતે વિશ્વાસ દર્શાવવાનું શરૂ કર્યું છે.

ડીમેટ ખાતાની સંખ્યા ૨.૩ કરોડથી વધીને હવે ૧૫ કરોડથી વધુ થઈ ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા ૧ કરોડથી વધીને ૪.૫ કરોડ થઈ છે. સ્થાનિક રોકાણકારો વધુ સક્રિય બન્યા છે અને અમારા બજારોમાં પહેલા કરતા વધુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.પીએમ મોદીએ એમ પણ કહ્યું કે રોકાણકારો માટે શેરબજારમાં રોકાણ કરવું સરળ બન્યું છે કારણ કે અમારા રોકાણકારો અમે અમલમાં મૂકેલા બજાર તરફી સુધારાઓથી સારી રીતે વાકેફ છે.

આ સુધારાઓએ એક મજબૂત અને પારદર્શક નાણાકીય ઇકોસિસ્ટમ બનાવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચાર માટે હરિયાણાના મહેન્દ્રગઢ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર ૭ જન્મોમાં પણ બનવાની નથી. કોંગ્રેસને આપવામાં આવેલ દરેક વોટ નકામાં રહેશે.

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ગાયે દૂધ હજી આપ્યું નથી કે ઘી ખાવા માટે ભારત ગઠબંધનના લોકો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે પાંચ વર્ષમાં પાંચ પીએમ થશે. પાંચ વર્ષમાં પાંચ પીએમ, હરિયાણાના લોકો ૫૦૦૦ જોક્સ બનાવશે. ઈન્ડિયા ગઠબંધનના લોકો અત્યંત સાંપ્રદાયિક, અત્યંત જાતિવાદી, અત્યંત કુટુંબ આધારિત છે.

હરિયાણા સાથેના પોતાના લગાવ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, મને રાજનીતિની સમજ હરિયાણા અને પંજાબમાંથી પણ મળી છે. હું ૧૯૯૫માં હરિયાણા આવ્યો હતો. મેં અહીંની માતાઓ અને બહેનોના હાથનું ભોજન ખાધુ છે. તમામ ભારત વિરોધી શક્તિઓ છે. તમામ ભારત વિરોધી તાકાત લાગતી રહે છે પરંતુ મોદી તેમના ઝૂંકાયા ઝૂંકતો નથી. હજી તો મોદીએ તમારુ ઋણ ચુકવવા માટે ઘણું કામ કરવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.