Western Times News

Gujarati News

આ વર્ષે IITના ૩૮% વિદ્યાર્થીને નોકરી નથી મળી

(એજન્સી)નવી દિલ્હી, ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ આઈઆઈટી જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે. આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ દ્વારા દાખલ કરાયેલી આરટીઆઇની અરજીના જવાબમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

આ વર્ષે ૨૩ આઈઆઈટી કેમ્પસમાંથી લગભગ ૮,૦૦૦ (૩૮ ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી નથી. ૨૦૨૪માં પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા ૨૧,૫૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧૩,૪૧૦ને જ નોકરી મળી છે જ્યારે ૩૮ ટકા વિદ્યાર્થીઓ હજુ બેરોજગાર છે. આ આંકડો બે વર્ષ પહેલા કરતા ઘણો વધારે છે, જ્યારે ૩,૪૦૦ (૧૯ ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી.

નવ જૂની આઈઆઈટીની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ વર્ષે પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા ૧૬,૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૬,૦૫૦ (૩૭ ટકા) ને હજુ સુધી નોકરી મળી નથી. નવી ૧૪ આઈઆઈટીમાં પણ ૫,૧૦૦ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, ૨,૦૪૦ (૪૦ ટકા) વિદ્યાર્થીઓ બેરોજગાર છે.

કન્સલ્ટન્ટ અને આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહે આ ચિંતાજનક આંકડા શેર કર્યા છે. તેમણે લખ્યું હતું કે “ગયા વર્ષે આઈઆઈટી ખડગપુરમાં ૩૩ ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મારફતે નોકરીઓ મળી ન હતી. પ્લેસમેન્ટની નબળી સ્થિતિને કારણે બેરોજગાર વિદ્યાર્થીઓ તણાવ, ચિંતા અને નિરાશાથી પીડાઈ રહ્યા છે.

આઈઆઈટી દિલ્હીના ૨૨ ટકા વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષમાં નોકરી મળી નથી, અને ૨૦૨૪માં આ આંકડો વધીને ૪૦ ટકા થઈ જશે. છેલ્લા બે વર્ષમાં ૬૦૦ વિદ્યાર્થીઓને આઈઆઈટી દિલ્હીમાં નોકરી મળી નથી. આઈઆઈટી દિલ્હીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઇમેઇલ કરીને નોકરી મેળવવામાં મદદ માંગી છે અને વર્તમાન બેચમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ભલામણ કરી છે. આઈઆઈટી બોમ્બે અને બિરલા ઇÂન્સ્ટટ્યૂટ આૅફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પણ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી છે.

૨૦૨૨ થી ૨૦૨૪ સુધીમાં જૂની ૯ આઈઆઈટીમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧.૨ ગણો વધારો થયો છે, જ્યારે બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨.૧ ગણો વધારો થયો છે. નવી ૧૪ આઈઆઈટીમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧.૩ ગણો વધારો થયો છે, પરંતુ બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩.૮ ગણો વધારો થયો છે.

આ પ્લેસમેન્ટ કટોકટી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે. આ વર્ષે કુલ એ આઈઆઈટી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે ઘણા લોકો દ્વારા સામનો કરવામાં આવેલ ગંભીર તણાવ અને ચિંતાને પ્રતિબિંબિત કરે છે. સિંઘે કહ્યું હતું કે બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજોમાં ચિંતાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. લગભગ ૬૧ ટકા અનુસ્નાતકો હજુ પણ બેરોજગાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.