વસોમાં JEEની પરિક્ષામાં મેદાન મારનાર વિદ્યાર્થીનું મોમીન જમાતે સન્માન કર્યુ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસક્રમના પ્રવેશ માટે લેવાતી આઇ.આઇ.ટી.ની પરીક્ષાંમા મેદાન મારનાર વસોના વિદ્યાર્થીનું વસો સીયા ઇસ્ના અસરી મોમીન જમાતે વસો ખાતે સન્માન કરી તેની સિધ્ધીને બિરદાવી હતી .
વસોના મહોમંદઝકી સબ્બીરઅલી મોમીને ચાલુ વર્ષે ધોરણ ૧૨ સાયન્સ પછી લેવાતી નેશ્નલ લેવલની જે.ઇ.ઇ.એડવાન્સ પરિક્ષામાં મેદાન મારયું છે . આ પરિક્ષા પાસે થતા તેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે . તેણે આ પરિક્ષા બનાસકાંઠા જીલ્લામાંથી આપી હતી .
આ જીલ્લામાં માત્ર ૪ વિદ્યાર્થીઓજ પાસ થયા છે , જે તેનો બીજાે ક્રમ છે . આ વિદ્યાર્થીનું વસો ખાતે સીયા ઇસ્ના અસરી મોમીન જમાતે ભવ્ય સન્માન કર્યુ હતું . આ પ્રસંગ અલીમહમંદ મહમંદ અલી મોમીન , ઇબ્રાહીમભાઇ ગુલામમહમંદ મોમીન ઓએસઅલી ગુલામ મહમંદ મોમીન શબ્બીરહુસેન ગુલામહુસેન મોમીન , અકીલહુસેન મહમંદઅલી મોમીન સહિત તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતાં*